ટોળાનો પોલીસ પર હુમલો:ડીસાના કૂંપટ ગામે વરઘોડો કાઢવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ, બંદોબસ્તમાં ગયેલી પોલીસને પણ ટાર્ગેટ કરાઈ, 70થી વધુની અટકાયત

પાલનપુર3 મહિનો પહેલા
  • પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: કરફ્યુ જેવો માહોલ
  • પથ્થરમારામાં પીઆઈ સહિતને ઈજા પહોંચી હતી, પોલીસે 150 થી 200 ના ટોળાં સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના કૂંપટ ગામે ગઈકાલે ઠાકોર સમાજના યુવકના વરઘોડો કાઢવા બાબતે બે સમાજના લોકો વચ્ચે બબાલ થઈ હતી. જેથી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન અચાનક ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ મામલે ડીસા તાલુકા પોલીસે ટોળા સામે રાયોટિંગ એક્ટ મુજબનો ગુનો નોંધી મહિલાઓ સહિત કુલ 70 થી વધુ લોકોની અટકાયત કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ જારી છે.

ના પાડી હોવા છતાં વરઘોડો કાઢતા બબાલ
આ સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો, ડીસા તાલુકાના કૂંપટ ગામે ગઈકાલે ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા. જે લગ્નમાં દરબાર સમાજના લોકોએ યુવકને વરઘોડો કાઢવાની ના પાડી હતી તેમ છતાં યુવકે વરઘોડો કાઢ્યો હતો. જેથી બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. આ બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમયે ટોળાએ અચાનક પોલીસ પર હુમલો કર્યો હતો.

પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી
આ હુમલામાં બંદોબસ્ત માટે આવેલા કેટલાક પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. હુમલાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ મામલે ડીસા તાલુકા પોલીસે ટોળા સામે રાયોટિંગ એક્ટ મુજબનો ગુનો નોંધી મહિલાઓ સહિત કુલ 70થી વધુ લોકોની અટકાયત કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ જારી છે.

ડીસા તાલુકા પીઆઈ એમ.જે.ચૌધરીને ફ્રેકચર
કુંપટ ગામે દરબાર અને ઠાકોર સમાજ વચ્ચે લગ્નના વરઘોડા બાબતે બબાલ થતાં દરબાર સમાજના લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેથી ડીસા તાલુકા પીઆઈ એમ.જે.ચૌધરીને હાથના ભાગે ફેક્ચર થયું હતું તેમજ આંગળીઓમાં પણ ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ડીસા તાલુકા પીઆઈ એમ.જે.ચૌધરીને ફ્રેકચર
ડીસા તાલુકા પીઆઈ એમ.જે.ચૌધરીને ફ્રેકચર

પથ્થરમારા બાદ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
પથ્થરમારો થતાં જીલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દોડી આવ્યાં હતાં અને શનિવારના દિવસે પણ દિવસભર ત્રણ પીએસઆઈ, મહિલા પોલીસ સહિતના 30 જેટલા જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી કુંપટ પોલીસ છાવણીમાં ફેરવાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...