ઓડિયો ક્લિપ વાયરલ:પાલિકાના કામોમાં ટકાવારીની ઓડિયો ક્લિપ વાયરલ

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર પાલિકાના પૂર્વ સભ્યની બે વર્તમાન સભ્યો સાથેની ટેલીફોનિક વાતચીતમાં અગાઉના ચેરમેનને જે મળતું હશે એ મળશે તેવો ઓડિયો ક્લિપ વાયરલ
  • કેટલાક સભ્યો વચ્ચે વિખવાદ ચાલતાં ભાજપ સંગઠન દ્વારા રજૂઆત સાંભળવા સર્કિટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં શું થયું તે મુદ્દે વાતચીત કરી હતી

પાલનપુર પાલિકાના કામોમાં ચાલતી ટકાવારી મુદ્દે સદસ્યો વચ્ચે થયેલી વાતચિતનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે.પૂર્વે સદસ્યે બે વર્તમાન સદસ્યો સાથેની ટેલીફોનિક વાતચીતમાં અગાઉના ચેરમેનને જે મળતું હશે એ મળશે તેવો ઓડિયો ક્લિપ વાયરલ થયું છે.

પાલનપુરમાં ભાજપના કેટલાક હોદ્દેદારો અને કેટલાક સભ્યો વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે.જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ સભ્યોની રજૂઆત સાંભળવા માટે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શું રજૂઆત થઈ એ જાણવા માટે વોર્ડ નંબર 10ના પૂર્વ સભ્ય વિપુલ મહેતા ઉર્ફે ભૂરીએ નગરપાલિકાની પાણી પુરવઠા સમિતિના ચેરમેન સાગર માળી અને પાલનપુર નગરપાલિકાના શાસક પક્ષના નેતા જાગૃતિ મહેતા, કે જે વિપુલ મહેતાના પત્ની પણ છે, તેઓને ફોન કર્યો હતો. વાતચીતની બે ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે.

જે પૈકી પ્રથમ ઓડિયો ક્લિપમાં વિપુલ મહેતા પાણી પુરવઠા સમિતિના ચેરમેન સાથે તેમજ બીજી ઓડિયો ક્લિપમાં વિપુલ મહેતા પોતાના પત્ની અને શાસક પક્ષના નેતા જાગૃતિ મહેતા સાથે વાતચીત કરે છે. પ્રમુખ સામે એક થવા સભ્યોને અંબાજી લઈ જવામાં મેઇન રોલ સંજય જાની, હસમુખ પઢિયાર અને દેવેન્દ્ર રાવલનો હોવાનું પ્રભારીને કહેવા માટે વિપુલ મહેતા સલાહ આપતા જણાયા હતા.

2015થી પાલિકામાં ઉપ પ્રમુખની સહી લેવાય છે
ઓડિયો ક્લિપમાં ઉપપ્રમુખની સહી બાબતનો વિરોધ છે તેવામાં પાલિકામાં ઉપપ્રમુખની સહી લેવાનો શિરસ્તો 2015માં અશોક ઠાકોર ઉપપ્રમુખ હતા ત્યારથી શિરસ્તો શરૂ થયો હતો. જે બાદ હેતલબેન રાવલ ઉપપ્રમુખ બન્યા ત્યારે પણ તેમની સહી લેવાતી હતી.
આજની સાધારણ સભા તોફાની બને તેવા એંધાણ
નગરપાલિકાની સાધારણ સભા આજે સાંજે ચાર વાગ્યે પાલિકાના હોલમાં મળનારી છે જેમાં વિપક્ષ દ્વારા જુદી જુદી બાબતોને લઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવનાર છે તેવામાં ઓડિયો ક્લિપને લઈ પણ ભાજપ બેકફૂટ પર આવ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે.

બાબત 8 મહિના જૂની છે હવે પ્રશ્ન નથી " સમગ્ર બાબત 8 મહિના જૂની છે . હાલમાં કોઈ પ્રશ્ન નથી. જે બાબત હતી તે મોવડી મંડળના ધ્યાને લાવી હતી .8 મહિના પહેલાંની ક્લિપ કેવી રીતે બહાર આવી હું જાણતી નથી." જાગૃતિ રાવલ, ( નગર સેવિકા: વિપુલ મહેતાના પત્ની)

ઓડિયો ક્લિપના મુખ્ય અંશો- વોર્નિંગ આપી દો અને ઉપપ્રમુખની સહી બંધ કરાવી દો બધું બંધ થઈ જશે વિપુલ મહેતા : હેલ્લો સાગર માળી: હા.. વિપુલ મહેતા: શું કરીને આયા? સાગર માળી: આપણે નક્કી થયું હતું એ પ્રમાણે કહીને આયો વિપુલ મહેતા: શું પૂછ્યું હતું એમ? સાગર માળી: મને પૂછ્યું... વિપુલ મહેતા: હા... હા... સાગર માળી: મને પૂછ્યું કે,અત્યારે શું જવાબદારી છે.. મેં કહ્યું, પાણી પુરવઠા ચેરમેન.કે.અંબાજી ગયાતા? તો મેં કહ્યું.ના શું છે આ બધું? એમાં તમારે શું કહેવું છે? મેં કહ્યું.જે બી વાત હે બધી રૂપિયાની વાત હે,આની અંદર અડધા સભ્યોને તો ખબર નથી કે શેની વાત છે? વિપુલ મહેતા: બરાબર સાગર માળી: અને મને કે કોનો રોલ હે? મેં કહ્યું.સંજય જાની અને હસમુખ વિપુલ મહેતા: હસમુખિયાનું કહી દેવાનું હતું ને સાગર માળી: કીધું ને સંજય જાની અને હસમુખ વિપુલ મહેતા: પેલાનું કહી દેવાનું હતું ને કાળિયાનું (અપશબ્દ) સાગર માળી: સાંભળો તો ખરા... આ લોકોનો રોલ હે બધો...હવે સંગઠન કંટ્રોલ કરે... તમે નવી નવી સહીઓ લાવો... આની સહી લો...પેલાની સહી લો...એમાં અમારા કોમ બગડે એક બાજુ પાર્ટી એમ કે..કરપ્શન ઘટાડવાની વાત છે તો આ કરપ્શન ઘટાડવાની વાત છે? કે વધારવાની વાત છે? આ તો તમે વધારવાનું કરી રહ્યા હો ઘટાડવાનું ક્યોં કરી રહ્યા હો? પછી ઉપપ્રમુખની આખા ગુજરાતમાં ક્યાંય સહી થતી નથી, પરંતુ પાલનપુર નગરપાલિકામાં થાય.કેમ થાય? તો કે.ટકાવારી ચાલુ કરાવવા આ જ રીતે હો વિપુલ મહેતા: હા... હા... બરાબર છે, સાગર માળી: આખા ગુજરાતમાં ક્યાંય ઉપપ્રમુખની સહી થતી નથી. પાલનપુર નગરપાલિકામાં થાય પછી કારોબારી ચેરમેન તો કારોબારી ચેરમેન નવા નવા ઠરાવો કરે, કોઈ ભી ટેન્ડર પડે તો કે નેગોસીએશન હું કરીશ.વર્ક ઓર્ડર હું આપીશ ડોક્યુમેન્ટ હું ચેક કરીશ બધું એ કરશે તો ચેરમેન શું કરશે? વિપુલ મહેતા: ચેરમેનો જખ મારશે? સાગર માળી: સંગઠન ઇન્વોલ્વ થાય અને સંગઠન કંટ્રોલ કરે તમે સીધેસીધું કહી દો કે, ઉપપ્રમુખની સહી બંધ કરાવો...તો બધું બંધ થશે આ ચૌદશવેડા બંધ થશે અને આ ટોળા બંધ થશે..સંગઠન કરવા તૈયાર છે તો સંગઠન તો કશું કરતું નથી

વિપુલ મહેતા: બરાબર... સાગર માળી: તમે સીધે સીધી વોર્નિંગ આપી દો અને ઉપપ્રમુખની સહી બંધ કરાવી દો બધું બંધ થઈ જશે અને છેલ્લે વાત તો બધી રૂપિયાની જ આવે છે બધાને જે જોઈએ છે તે રૂપિયો જ વિપુલ મહેતા: હસબન્ડ વાળી વાત હસમુખ જ લાયો છે સાગર માળી: એક જ વસ્તુ કરો સીધે સીધો કંટ્રોલ એની ઉપર કરો એની ઉપર દાબ મૂકો વિપુલ મહેતા: ભુટ્ટાને ભી કહી દીધું હતું કે જેને કહેવા જેવું હતું બધાને. સાગર માળી: એકબાજુ કરપ્શન ઓછું કરવાની વાત કરો તો બધાની સહીઓ શું લેવા ચાલુ કરાવો? ઉપપ્રમુખની સહી બંધ કરાવો ને સંજય જાનીને ને એને વોર્નિંગ આલી દો... વિપુલ મહેતા: બરાબર સાગર માળી: સંગઠન કંટ્રોલ કરશે તો બધું થઈ જશે અને કરપ્શન થાય જ નહીં.મને કે..તમારી ટકાવારી? મેં કહ્યું કોન્ટ્રાક્ટર જોડે હજુ વાત થઈ નથી. એણે કહ્યું અગાઉના ચેરમેનને જે મળતું હશે એ મળશે મેં એને કહ્યું રૂબરૂ વાત કરીશ. કે બિલ નીકળ્યા? મેં કહ્યું નથી નીકળ્યા.ટેન્ડર ઓનલાઈન અપાય છે કે ઓફલાઈન? મેં કહ્યું ઓનલાઈન... મેં એમજ કીધું કે, ઉપપ્રમુખની સહી બંધ કરાવો...બસ આટલી વાત છે.. વિપુલ મહેતા અને જાગૃતિ મહેતા વચ્ચે થયેલી ટેલીફોનિક વાતચીતના મહત્વના અંશો ( વાંચો પાના નં- 2પર) વિપુલ મહેતા: શું કરો? જાગૃતિ મહેતા; આ સર્કિટ હાઉસ બેઠા હો... વિપુલ મહેતા: સાગર જઈને આયો... તને પૂછવામાં આવે તો તારે ત્રીજી ટર્મ કહેવાની... કે... બે ટર્મ મારી અને એક ટર્મ મારા હસબન્ડની... હું જ એટલી ભણેલી ભણેલી છું કે, બધું કરી શકું છું અને હસબંડોને પણ પાછા પાડ્યા છે તો એ હસમુખ પઢિયારે જ પાડ્યા છે... કહી દેજે કે, ટકાવારી અલગ અલગ પ્રકારની ચાલુ થઈ ગઈ છે...બનાસકાંઠામાં નહીં, ઉત્તર ગુજરાતમાં નહીં કે ગુજરાતમાં કોઈ જગ્યાએ ઉપપ્રમુખની ટકાવારી નથી, અહીં આગળ ટકાવારી છે...અહીંયા આગળ ટકાવારી ચાલે છે... મેઈન રોલ કોનો? તો કે... સંજય જાની અને હસમુખ પઢિયારનો... બીજા કોઈનું કહેવું નહીં... અને દેવલાનું કહી જ દે ને.... જાગૃતિ મહેતા: આપણે દેવાભાઈનું શું કામ છે? આપણને કોઈ દાડો નડ્યા નથી ને... વિપુલ મહેતા: આ બે જણનું દાબીને પૂરું જ કરવાનું છે...ખોટા ખોટા કારોબારી ઠરાવો પણ થાય...સંગઠનના દબાવ જેવું કંઈ રહ્યું નથી... બરાબર... જે ગયા હતા એમાંથી સાત આઠ જણા... બે ત્રણ જણા તો મને પૂછીને ગયા હતા... ઉપપ્રમુખની સહી બંધ થવી જોઈએ એમ જ કહી દેજે... એમાં ટકાવારી આલો તો કોમ ક્યોથી થાય?

બહુ જૂની બાબત છે. રજનીભાઇ કાર્યકરોને રૂટિન મળ્યા હતા. " આ બાબત થોડી જૂની છે. આજે રજનીભાઈ પટેલ નગરના કાર્યકરોને મળ્યા હતા તેમનો રૂટીન પ્રવાસ હતો. ક્લિપ બાબતે કોઈ ચર્ચા થઈ નથી. : ગુમાનસિંહ પ્રમુખ જિલ્લા ભાજપ. " ઁઆ ફેક ઓડિયો હોઈ શકે આવી બાબત ધ્યાને નથી " ઓડિયો ક્લિપ અંગે હું કંઈ જાણતો નથી. કોઈએ ફેક બનાવી હશે. આવી કોઈ બાબત મારા ધ્યાને નથી." સાગર માળી નગર સેવક

(દિવ્યભાસ્કર આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી)

અન્ય સમાચારો પણ છે...