દાંતીવાડાના પાંથાવાડા પંથકની એક શાળામાં અભ્યાસ કરતી સગીરા બુધવારે સાંજે શાળાથી છૂટી ઘરે જતી હતી. ત્યારે રસ્તામાં એકલતાનો લાભ લઇ બાઈક લઇ તેની પાછળ આવેલા બે નરાધમોએ સગીરાને તેની પાસે બોલાવી ઇજ્જત લેવાની કોશિષ કરી દુપટ્ટો ખેંચી તેના મોંઢાના ભાગે નખ માર્યા હતા. તેણીએ બુમાબુમ કરતા છોડાવવા આવેલા બે લોકો ઉપર હુમલો કરી શખ્સો નાસી છૂટ્યા હતા. આ અંગે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દાંતીવાડાના પાંથાવાડા પંથકની શાળામાં સગીરા અભ્યાસ કરતી હોઇ રીશેષમાં પાણીના ટાંકે પાણી પીવા સારું જતી હતી. તે વખતે પારસ અજમલ કોળી (ઠાકોર) (રહે.ખીંમત,પાંચ પેપળા,તા.ધાનેરા) રોડ ઉપર કોટની બહાર ભાગે ઉભો રહી હાથની ઇશારો કરી તેમજ સ્કુલથી સગીરા છુટે ત્યારે તેનો પીછો કરી પાછળ-પાછળ બાઇક લઇ આવી તેની પાસે મોબાઇલ નંબરની માંગણી કરતો હતો.
જ્યારે બુધવારના રોજ સાંજના સમયે સગીરા સ્કુલથી છુટી એકલી ઘરે જતી હતી. તે વખતે પારસ કોળી (ઠાકોર) તથા નિકુલભાઇ નેમાજી માળી (રહે.આલવાડા,તા.ધાનેરા) તેની પાછળ બાઇક લઇ આવ્યા હતા. અને દૂધ ડેરી પાસે આવતાં તેની એકલાતનો લાભ લઇ તેની પાસે બોલાવી પારસએ સગીરાની ઇજ્જત લેવાના ઇરાદાથી તેનો દુપટ્ટો ખેંચી તેણીના મોંઢાના ભાગે નખરીયા માર્યા હતા.
સગીરાએ બુમો પાડતાં સવસીભાઇ વિહાભાઇ ચૌધરી તથા ભેરાભાઇ કાળાભાઇ ચૌધરી છોડાવવા જતાં પારસએ અપશબ્દો બોલતાં તેને અપશબ્દો બોલવાની ના પાડી હતી. આથી પારસ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાંની લોખંડની પાઇપનો ટુકડો સવસીભાઇને કપાળને ભાગે મારી તેમજ નિકુલભાઇએ તેના હાથમાંનો લોખંડની પાઇપનો ટુકડો ભેરાભાઇને માથાના પાછળના ભાગે મારી વધતી ઓછી ઇજાઓ કરી હતી.
તેમજ સગીરાને ઉપાડી લઇ જવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સગીરાના વાલીએ પાંથાવાડા પોલીસ મથકે પારસ અને નિકુલ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.