મારામારી:કાંકરેજ તાલુકાના વડામાં અદાવત રાખી યુવકના અપહરણનો પ્રયાસ કરી હુમલો

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારામારીની ફરિયાદની અદાવતમાં મારામારી
  • હુમલો કરનારા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

કાંકરેજ તાલુકાના વડામાં અગાઉ થયેલી ફરિયાદની અદાવત રાખી હુમલો કરાયો હતો.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાંકરેજ તાલુકાના વડામાં મોબતસિંહ ગુલાબસિંહ વાઘેલા, ધમેન્દ્રસિંહ ગુલાબસિંહ વાઘેલા, કનુભા ગુલાબસિંહ વાઘેલા, ભારતસિંહ મેવસિંહ વાઘેલા, વિરમસિંહ સનુભા વાઘેલા, વિપુલસિંહ ધરમેન્દ્રસિંહ વાઘેલા અને લાલુભા કનુભા વાઘેલાએ અગાઉ થયેલી મારામારીની ફરિયાદની અદાવત રાખી જેણુંભા ઉર્ફે મહેન્દ્રસિંહ ભુરૂભા વાઘેલા ઉપર ધારીયા, તલવાર, લોખંડનો સળીયો, લોખંડની પાઇપથી જીવલેણ હૂમલો કર્યો હતો.

તેમજ સ્કોર્પીયો ગાડીમાં અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...