તપાસ:વરસડા ગામના તલાટીને ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારી કચડવાનો પ્રયાસ

થરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના રૂવેલ અને વરસડા વચ્ચે તલાટીને ટ્રેક્ટરચાલકે બાઇકને ટક્કર મારી ઇજાઓ પહોંચાડી હતી. કાંકરેજના વરસડા ગામના તલાટી કનૈયાલાલ રામજીભાઇ પ્રજાપતિ 30 મે સોમવારે ફરજ ઉપરથી આવતાં હતા. ત્યારે રૂવેલ-વરસડા વચ્ચે ઉભા રહ્યા ત્યારે વરસડા તરફથી અજાણ્યો શખ્સ પુરપાટ ઝડપે ટ્રેક્ટર લઇ આવી તલાટીને કહ્યું કે તમે મારો મોબાઇલ લીધો છે.

ત્યારે કનૈયાલાલએ કહ્યું કે હું તલાટી છું હું કોઇની વસ્તું શું કામ લઉ. ત્યારે કનૈયાલાલને લાગ્યું કે વરસડા ગામમાં ચાલુ સભ્યો મારાથી નારાજ હોઈ મારી સાથે કઈ અજુગતું થશે તેવા ડરથી નીકળવા જતા ટ્રેક્ટર ચાલકે બાઈકને ટ્રેક્ટરની ટક્કર મારતાં તલાટીને હાથે પગે ઇજા થતા સ્થાનિક લોકોએ કનૈયાલાલ પ્રજાપતિને સારવાર માટે રાધનપુર લઇ ગયા હતા. મંગળવારે થરા રેફરલમાં સારવાર માટે લાવ્યા હતા અને થરા પોલીસને જાણ કરતા થરા પીએસઆઈ એન.પી.જાડેજાએ તલાટીના નિવેદન લઇ ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...