જગદીશ ઠાકોરની જીભ લપસી:ભાજપ પર આડકતરી રીતે પ્રહાર કરતાં કહ્યું- '27 વર્ષથી ઘેટાં વધારે ઊનવાળાં થયાં છે, એટલે કાતર રાખી કાંતવાનું શરૂ કરજો'

પાલનપુર3 દિવસ પહેલા
  • દિવાળી પછી ભાજપની ગુંડાગીરીનો આતંક ચાલુ થશે- જગદીશ ઠાકોર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજનીતિ ગરમાઈ છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે. ત્યારે આજે અંબાજીથી શરૂ થયેલી કૉંગ્રેસની પરિવર્તન યાત્રા સમયે જગદીશ ઠાકોરે ભાજપ પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, 27 વર્ષથી ઘેટા વધારે ઉન વાળા થયા છે એટલે કાતર રાખી કાંતવાનું શરૂ કરજો. કાતરડીથી કાત્યા પછી ઘેટાનો માલિક ધાકધમકી આપવા આવે તો લીમડે બાંધીને જગદીશ ઠાકોરને ફોન કરજો. આ ઉપરાંત પોતાના સંબોધન દરમિયાન જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, દિવાળી પછી ભાજપની ગુંડાગીરીનો આતંક ચાલુ થશે.

'27 વર્ષથી ઘેટાંનું ઊન વધ્યું છે એટલે કાંતવાનું ચાલુ કરજો'
ભાજપ પર આડકતરી રીતે પ્રહાર કરતા જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, 27 વર્ષથી ઘેટાનું ઊન વધ્યું છે. જેથી તમારી પાસે આવે તો કાતરડી લઈ કાતવાનું શરૂ કરજો. જો તેનો માલિક આવીને તમને ધાકધમકી આપે તો મને ફોન કરજો.

દિવાળી પછી ભાજપની ગુંડાગીરીનો આતંક ચાલુ થશે-જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોરે પરિવર્તન યાત્રામાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે, દિવાળી પછી ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરીનો આતંક શરૂ થશે. દિવાળી પછી ભાજપના પગ નીચેથી જમીન સરકી રહી છે એટલે એની ગુંડાગીરી વધશે, એના ગુંડાઓ બેફામ બનશે.

'પોલીસમાં 10 ટકા ખોટા લોકો છે, 90 ટકા સમજે છે, પણ મજબૂર છે'
પોલીસ જે છે એમાં 10 ટકા ખોટા લોકો છે, 90 ટકા સમજે પણ મજબૂર છે. મને ખૂણામાં નીકળતા કહે છે કે સાહેબ તમે સાચું બોલો છો, જલદી બેસો તમારું ભલું થાય.

અન્ય સમાચારો પણ છે...