હુમલો:શેરગઢમાં ખેતર ખાલી કરવાનું કહી કુહાડી વડે હુમલો

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાનેરા પોલીસ મથકે એક મહિલા સહિત બે શખ્સ સામે ગુનો નોંધાયો

ધાનેરાના શેરગઢ ગામે તમે આ ખેતર ખાલી કરી દો નહિતર તમારા પરિવારને જાનથી મારી નાખીશું તેમ કહી કુહાડી વડે હુમલો કરતા ધાનેરા પોલીસ મથકે એક મહિલા સહિત બે શખ્સ સામે ગુનો નોંધાયો હતો. ધાનેરા તાલુકાના શેરગઢ ગામના માંનાભાઈ હરિભાઈ પટેલનો દીકરો દિપક શુક્રવારે ડેરીમાં દૂધ ભરાવી પરત આવતો હતો.દરમિયાન કુટુંબી ભાઈ સોનાભાઈ ચૌધરી અને તેમના પત્ની ભુરીબેન ખેતરમાંથી ગામ તરફ જતા હતા.

ત્યારે દીપકનું બાઈક ઉભુ રખાવી કહેવા લાગ્યા કે, તમે આ રસ્તેથી કેમ ચાલો છો અને આ ખેતરે કેમ રહો છો જેથી દીપકે કહ્યું આ ખેતર મારા બાપુજીના ભાગે આવેલ છે અમે અહીંજ રહેવાના છો ત્યારે સોનાભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગ્યા તેમજ ઝપાઝપી કરી દીપકને નીચે પાડી દીધેલ અને ભૂરીબેને પકડી રાખેલ.

​​​​​​​ત્યારે સોનાભાઈના દીકરા રામજીભાઈ હાથમાં રહેલી કુહાડી મારેલ ત્યારે દીપકના માતાપિતા છોડાવવા વચ્ચે પડેલ ત્યારે દીપકની માતાને પર ગડદાપાટુનો મારવા લાગેલ અને અપશબ્દો બોલી ત્યાંથી જતા જતા કહેતા હતા કે, આજે તો જીવતા જવા દઈએ છીએ પણ જો તમે આ ખેતર ખાલી નહિ કરો તો તમારા પરિવારને મારી નાખીશું તેવી ધમકી આપતા માનાભાઈ હરિભાઈ પટેલે ધાનેરા પોલીસ મથકે શેરગઢના સોનાભાઈ દુધાભાઈ ચૌધરી, રામજીભાઈ સોનાબાઈ ચૌધરી અને ભુરીબેન સોનાભાઈ ચૌધરી સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...