ફરિયાદ:આંત્રોલીમાં યુવતીનું અપહરણ કરનાર યુવકના ભાઇ પર હુમલો

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર શખ્સે હુમલો કરી બાઈકની તોડફોડ કરી
  • યુવકે હુમલાખોર શખ્સો સામે ફરિયાદ નોંધાવી

પાલનપુર તાલુકાના આંત્રોલી ગામે યુવતીનું અપહરણ કરનાર યુવકના કાકાના દિકરા ઉપર હૂમલો કરી તેના બાઇકની તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે ચાર શખ્સો સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી.પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકાના આંત્રોલી ગામે વિજયસિંહ રંગતસિંહ ચૌહાણ, નસીબસિંહ દશરથસિંહ ચૌહાણ, અશોકસિંહ મેતાબસિંહ ચૌહાણ અને સુરેન્દ્રસિંહ કરણસિંહ ચૌહાણે કેમ તારા કાકાનો દીકરો મારા કાકાની દીકરીનું અપહરણ કરી ગયો છે.

તારા ઘરવાળા સહી કરવા કેમ નથી આવતાં તેમ કહી જગદીશસિંહ પુલસિંહ ચૌહાણ ઉપર હૂમલો કર્યો હતો. તેમજ પથ્થરથી તેમના બાઇકની તોડફોડ કરી હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...