વિવાદ:કાંકરેજના ઉંબરી ગામમાં રસોઈ બાબતમાં દંપતીનો ઝઘડો થતાં જમાઈ ઉપર હુમલો

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસ મથકમાં 4 શખ્સો સામે ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ

કાંકરેજના ઉબરી માળી ગોળીયામાં પત્ની રિસાઈ પિયરમાં જતા પિયરીયા વાળાએ જમાઈ પર હથિયારોથી હુમલો કરતાં પોલીસમાં ચાર સામે ગુનો નોંધાયો હતો.દશરથભાઈ રાવળ તથા તેમના પત્નીને રસોઈ બાબતે ગુરુવારે સાંજે બોલાચાલી થયેલ અને પત્ની પિયર જવા નીકળેલી ત્યારે સમજાવી ઘરે પરત લાવ્યા હતા પરંતુ પત્નીએ પોતાના પીતાજીને જાણ કરેલ દરમિયાન દશરથભાઈનો પરિવાર સુઈ ગયો હતો

ત્યારે નવેક વાગ્યાના સુમારે દશરથભાઈના સસરા વશરામભાઇ રાવળ, દીકરો રાજુભાઈ, અલ્પેશભાઈ અને મેહુલભાઈ પોતાના હાથમાં લાકડી છરી લઈ આવી અપશબ્દો બોલવા લાગેલા જેથી દશરથભાઈના ભાઈએ અપશબ્દો બોલવાની ના કહેતા વશરાભાઈએ દશરથભાઈને માથામાં લાકડી મારેલ તેમજ છરી વડે હુમલો કરેલ દશરથભાઈના ભાઈ બલાભાઈ રાવળે વશરામભાઇ બેચરભાઈ રાવળ, રાજુભાઈ વશરામભાઇ રાવળ, અલ્પેશભાઈ વશરામભાઇ રાવળ અને મેહુલભાઈ વશરામભાઇ રાવળ (રહે.ભડથ,તા.ડીસા) સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...