ફરિયાદ:પાલનપુરના ભટામલ નાનીમાં ઘર આગળ ઢોલ ના વગાડો કહેતાં હુમલો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ ચાર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

પાલનપુર તાલુકાના ભટામલ નાની ગામે ઘર પાસે કેમ જોરજોરથી ઢોલ વગાડો છો તેમ કહેતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ મહીલા પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ અંગે મહીલાએ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના ભટામલ નાની ગામે રહેતા દલીબેનના ઘર પાસે તેમના સમાજના વ્યક્તિઓ માનતાના પ્રસંગમાં જોરજોરથી ઢોલ વગાડતા હતા.જેથી દલીબેનએ કહેલ કે મારા ઘર પાસે કેમ જોર જોરથી ઢોલ વગાડો છો.

જેથી ઉશ્કેરાયેલા એક વ્યક્તિ દ્વારા દલીબેનને માથાના ભાગે ધોકો મારી અન્ય વ્યક્તિઓએ ગડદાપાટુનો માર મારી જાતી અપમાનીત શબ્દો બોલ્યા હતા.જેથી દલીબહેનએ સોડાપુરના ભુરાભાઇ ચેલાભાઇ,લાલસિંહ હમીરસિંહ દરબાર ચૌહાણ,મોતીસિંહ લાલસિંહ દરબાર ચૌહાણ તેમજ અન્ય એક વ્યક્તિ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...