હુમલો:પાલનપુર માલણ માર્ગ પર અકસ્માતમાં ખર્ચ માગતાં એક્ટિવા ચાલક પર હુમલો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર પૂર્વ પોલીસ મથકે સામ સામે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

પાલનપુરથી માલણ જવાના માર્ગ ઉપર શુક્રવારે એક કાર ચાલકે એકટીવાને અકસ્માત સજાય તેવી કાર ચલાવતા એકટીવા ચાલક સાઈડમાં ઉતરી જવાથી નુકસાન થતાં કાર ચાલક પાસે ખર્ચો માગતા હુમલો કરતા પૂર્વ પોલીસ મથકે સામસામે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો.

પાલનપુરના માલણ ગામના કમલેશભાઈ ગણેશભાઈ ઠાકોર શુક્રવારે માલણથી પાલનપુર જતા હતા દરમિયાન માલણ ગામે ચા લેવા માટે એકટીવા લઈને ગયેલ ત્યારે સ્કૂલ આગળ ચાર વાગ્યાના સુમારે ગામમાંથી કાર નંબર જીજે 08 બીએન 1745 ના ચાલકે પુરઝડપે કાર ચલાવતા એકટીવા ખાડામાં પડી જતા કાર ચાલક પાસે આવીને કહ્યું કે તું આટલી સ્પીડમાં કાર કેમ ચલાવે છે હું મારી સુઝબુજથી એકટીવા ખાડામાં ઉતરી ગયેલ છું જો હું નીચેના ઉતરોત તો મને ટક્કર લાગી જાત તારી ભૂલના કારણે મારી એક્ટિવાને નુકશાન થયું છે

જેથી કારના ચાલકે કહ્યું તમે ધનિયાણા ચોકડી આવો એક્ટિવા રીપેરીંગ કરાવી આપું જેથી એકટીવા ચાલક પોતાની એકટીવા લઈને આવેલ ત્યારે કારના ચાલકો નીચે ઉતરી અપશબ્દો બોલી કહેવા લાગ્યા કે શાના પૈસા આપીએ તેમ કહી તેમની ગાડીમાંથી ટાયર ખોલવાનો લોખંડનું પાનું તેમજ જેક ચડાવવાની ટોમી લઇ મારવા લાગેલ જેથી વધુ માણસો વચ્ચે પડતા કારમાં આવેલ લોકોએ કહેવા લાગ્યા કે અહીંથી જતો રહે નહીંતર તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા કમલેશભાઈ ગણેશભાઈ ઠાકોરે પૂર્વ પોલીસ મથકે પાલનપુર ત્રણ બત્તી નાગોરીવાસમાં રહેતા રૈઝવાનખાન રહેમતલ્લુખાન નાગોરી, નમીરાબનું રૈઝવાનખાન નાગોરી અને રિઝવાનાબેન જુબેરખાન નાગોરી સામે ગુનો નોંધાવ્યો હતો.

જ્યારે સામા પક્ષના રૈઝવાનખાન રહેમતુલ્લાખાન નાગોરી શુક્રવારે પોતાની ગાડી લઈને માલણથી પાલનપુર તરફ આવી રહ્યા હતા દરમિયાન માલણ ગામના કમલેશભાઈ ગણેશભાઈ ઠાકોર કહેવા લાગ્યા કે કેમ સ્પીડથી ગાડી ચલાવે છે મને એક્સિડન્ટ કરી દોત તેમ કહી અપશબ્દો બોલી કમલેશભાઈએ કાર ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...