હુમલો:ચડોતરના યુવક પર અદાવતમાં તલવાર અને ગુપ્તી વડે હુમલો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર જી ડી મોદી કોલેજમાં સાત દિવસ અગાઉ બનેલો બનાવ

પાલનપુર જી ડી મોદી કોલેજમાં સાત દિવસ અગાઉ કોલેજમાં છાત્રો વચ્ચે બોલાચાલી થયેલ હતી જેની અદાવત રાખી પાલનપુરના 12 શખ્સોએ ચડોતરના યુવક પર હુમલો કરતા યુવકે પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

ચડોતર ગામનો રાહુલકુમાર ગોવિંદભાઈ ચૌધરી 24 જુનના રોજ જીડીમોદી કોલેજમાં ફી ભરવા આવ્યો હતો.દરમિયાન પાલનપુર નાની બજારમાં રહેતા મનન નાગોરી, અરમાન ભાટી, મનન ખાન, શાની તેમજ વડગામનો ફૈઝાન પઠાણ, જલોત્રાનો વારીશ જાગીરદાર તેમજ તેમની સાથે આવેલ અન્ય ચાર શખ્સે હુમલો રાહુલ ચૌધરીએ બૂમાબૂમ કરતા મિત્ર મિતેશ ચૌધરી તેમજ અન્ય યુવકો ભેગા થઈ જતા ધમકી આપેલી ત્યારબાદ યુવક ગભરાયેલ હોવાથી ફરિયાદ આપેલ ન હતી પરંતુ કાકા મહેન્દ્રભાઈ ચૌધરી તેમજ સમાજના હિતેશભાઈએ હિંમત આપતા યુવકે પશ્ચિમ પોલીસ મથકે મનન નાગોરી, અરમાન ભાટી, મનનખાન, શાની (રહે.પાલનપુર),ફૈઝાન પઠાણ (રહે.વડગામ),વારીશ જાગીરદાર (રહે.જલોત્રા) સહિત બીજા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...