ચાર સામે ફરિયાદ:વડગામના મેતામાં અપહરણ કરાયેલી દીકરીના બદલે પૈસા લેવાની ના કહેતાં દંપતી પર હુમલો

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુમલો કરનારા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાતાં તપાસ

વડગામ તાલુકાના મેતામાં અપહરણ કરાયેલી દીકરીને પરત આપવાના બદલે નાણાં સ્વિકારવાની ના પાડતા દીકરીના માતા- પિતા ઉપર હુમલો કરાયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. દીકરીનું અપહરણ થતાં તેના માતા- પિતા મેતા ગામે જઇ દીકરી પરત લાવી આપવાનું કહેતા વિષ્ણુંભાઇ મંગાભાઇ રાવળે દીકરી નહી મળે પણ તેના બદલે નાણાં લઇ લો તેમ કહ્યુ હતુ.

જે લેવાની ના પાડતાં વિષ્ણુભાઇ, છગાભાઇ વિષ્ણુભાઇ રાવળ, હિરાબેન વિષ્ણુભાઇ રાવળ અને મંગાભાઇએ તેમની ઉપર હુમલો કરી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...