હુમલો:પાલનપુરમાં રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી ફેરિયાઓએ મુસાફરો પર હુમલો કર્યો

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિકાનેર બાંદ્રા ટ્રેનમાં મુંબઈ જતાં મુસાફરોએ ભોજન માટે ફરિયાદ કરતાં ઝઘડો કર્યો

પાલનપુર રેલવે સ્ટેશને ત્રણ દિવસ અગાઉ ટ્રેનનું ચેન પુલીંગ કરી ફૂડ પ્લાઝાના પાંચ ફેરીયાઓએ નશાની હાલતમાં મુસાફરો ઉપર હૂમલો કર્યો હતો. આ અંગે મુસાફરોએ ફરિયાદ ન નોંધાવતાં પાલનપુર રેલવે પોલીસના કર્મીએ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મુંબઇના મનીષભાઇ જગતરામ જધણી, સિધેશ અને સાહીલીબેન કરાટેના વિધાર્થીઓને લઇ તારીખ 7 મીએ બિકાનેર - બ્રાંદ્રા ટ્રેનમાં મુંબઇ જઇ રહ્યા હતા. ત્યારે ચાલુ ટ્રેનમાં પાલનપુર રેલવે સ્ટેશન ફુડ પ્લાઝાના ફેરીયાઓ સાથે ભોજન બાબતે માથાકુટ થઇ હતી. દરમિયાન પાલનપુર નજીક ટ્રેન આવી ત્યારે ફેરીયાઓએ વારંવાર ચેન પુલીંગ કરી ટ્રેન રોકાવી હતી. અને ફૂડ પ્લાઝામાં જઇ લાકડી, સ્ટીલનો ચા નો બમ્બો, લોખંડનો ઝારો લઇ રિઝર્વેશન કોચ નં. એસ.ઇ. 1માં મુસાફરો ઉપર હૂમલો કર્યો હતો. જોકે, મુસાફરો તેમની સામે ફરિયાદ ન નોંધાવતાં પાલનપુર રેલવે પોલીસના કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી.

1 કલાક 10 મિનિટ ટ્રેન મોડી પડી
બિકાનેર- બ્રાંદ્રા ટ્રેનમાં ફેરીયા અને મુસાફરો વચ્ચે થયેલી બબાલમાં વારંવાર ચેઇનપુલીંગ થતાં પાલનપુર રેલવે સ્ટેશને ટ્રેન 1 કલાક 10 મિનીટ સુધી મોડી પડી હતી.: દિનેશ રાઠોડ ( સ્ટેશન માસ્તર, પાલનપુર રેલવે સ્ટેશન)
ફેરીયાઓ સામે કાર્યવાહી હાથ ધરાઇ
પ્લેટ ફોર્મ ઉપર ફેરીયાઓ ખેડા જીલ્લાના ચેતરસુંબાનો રાજેશ કનુભાઇ રોજીત, મધ્યપ્રદેશના રૂકાટીનો સોનુ અતરસીંગ ગુર્જર, મારેનાનો અંકિત સત્યપ્રકાશ શર્મા અને રૂકાટીનો અંશુલ શિવનાથસિંહ તોમરે દારૂ પી ધમાલ કરતાં અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...