ગેનીબેન ઠાકોરની જીભ લપસી:વાવ ખાતે જાહેર કાર્યક્રમમાં ધારાસભ્યને ન શોભે તેવા શબ્દનો પ્રયોગ કર્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • ગેનીબેન ઠાકોરે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા
  • વાવ ખાતે કોંગ્રેસ દ્વારા જનવેદના સભાનું આયોજન કરાયું હતું

બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે કોંગ્રેસ દ્વારા જનવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. આ જનવેદના કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન ગેનીબેન ઠાકોરની જીભ લપસી હતી. તેઓએ જાહેરમંચ પરથી આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહારો કર્યા
આ સભામાં ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઈ એવો દીવસ નહીં હોય કે જ્યારે બહેન દીકરીઓ પણ દુષ્કર્મના થયો હોય. તેમજ આપત્તિજનક શબ્દ બોલીને કહ્યુ કે, તમારા રાજમાં બહેન-દીકરીઓ પણ સુરક્ષીત નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, તમે ગુજરાતની અંદર કઈ જગ્યાએથી બીલથી દારૂ લઈ આવ્યાં છો. તમે કઈ દુકાનેથી દારૂ લઈને આવ્યાં છો તેની કોઈ તપાસ કરવામાં આવી નથી. ઢીમામાં ચૂંટણી જીતવા કન્ટેનર ભરીને દારૂ લાવવામાં આવ્યો હતો અને દારૂનું વેચાણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેમની તાકાત નથી કે જીગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર તેમજ ગુલાબસિંહ રાજપૂતને પૈસાથી ખરીદી શકે. આ લડાઈ સરકારે જેની પર ખોટી ફરિયાદ કરી છે તે કેસ પાછા ખેંચવાની લડાઈ છે.

સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
વાવ ખાતે કોંગ્રેસ દ્વારા જનવેદના સભા યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...