મુલાકાત:વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યએ મગરવાડામાં આવેલા માણિભદ્રવીરના દર્શન કર્યા

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ માણિભદ્રવીર દાદાના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન- અર્ચન કર્યા હતાં. મગરવાડા ગામના પૂર્વ સરપંચ ફલજીભાઇ ચૌધરીએ માનેલી માનતા પુરી કરવા આવેલા અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ માણિભદ્રવીર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મગરવાડા મંદિરના યતિશ્રી વિજયસોમજી મહારાજ સાહેબે અધ્યક્ષને આશીર્વાદ પાઠવી તેમનું સન્માન કર્યુ હતું.

આ અંગે અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ જણાવ્યું કે, માણિભદ્ર વીર દાદામાં અપાર શ્રધ્ધા હોવાથી અવાર- નવાર અહીં દર્શન કરવા આવું છું. મગરવાડા ગામના વતની ફલજીભાઇ ચૌધરીના પરિવારજનો સાથે ચારેક વર્ષ અગાઉ રાજસ્થાનના નાકોડામાં મળવાનું થયું હતું ત્યારે તેમણે ગુજરાત સરકારમાં મને સારો હોદ્દો મળે તો સુખડીની ભારોભાર તુલા કરવાની મારા માટે રાખેલી માનતા પુરી કરવા આજે માણિભદ્રવીર દાદાના દર્શન કરવા આવી છું. વિજયસોમજી મહારાજ સાહેબના સાનિધ્યમાં દાદાની પૂજા-અર્ચના કરી ખુબ જ ધન્યતા અને હર્ષની લાગણી અનુભવું છું.

અન્ય સમાચારો પણ છે...