હુમલો:મુમનવાસના નાકા પર કેમ ઉભા છો તેમ કહી દાંતાના વીજ કર્મચારીને મારમાર્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર શખ્સો સામે વડગામ પોલીસ મથકે ગુનો નોંધાયો

મુમનવાસના નાકા પર કેમ ઉભા છો તેમ કહી દાંતાના જીઇબીના કર્મચારીને ચાર શખ્સઓએ માર મારતા પોલીસ મથકે ગુનો નોંધાયો. દાંતા તાલુકાના જગતાપુરા ગામના અને જીઈબીના કર્મચારી અર્જુનસિંહ ગેલોત સોમવારે સાંજે નોકરી પૂર્ણ કરી ઘરે જવા માટે નીકળ્યા હતા.દરમિયાન રાતના મુમનવાસ ગામે ઉતરેલ તે બાદ મોટાસાડા જવા માટે કોઇ વાહન ના મળતા તેઓ તેમના ભાઇને ફોન કરી લેવા માટે બોલાવેલ ત્યારે અર્જુનસિંહ મુમનવાસ ગામના નાકા ઉપર રોડની સાઈડમાં ઊભા હતા.

રાત્રિના નવ વાગ્યાના સુમારે ત્રણ શખ્સઓ બાઈક લઈને આવેલ અને કહેવા લાગેલ કે તું કેમ અહીં ઉભો છે ત્યારે અર્જુનસિંહ કહેલ કે હું મોટાસડાનો છું ત્યારે આવેલ શખ્સએ કહ્યું કે તું મોડાસડા ગામનો લાગતો નથી તેમ કહી અપશબ્દો બોલવા લાગેલ જેથી અર્જુનસિંહે અપશબ્દો બોલવાની ના કહેતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુનો માર મારવા લાગેલ જેથી બૂમાબૂમ થતા નજીકમાંથી અન્ય લોકો ભેગા થતા અર્જુનસિંહને વધુ મારમાંથી બચાવ્યા હતા.ત્યારબાદ અર્જુનસિંહએ વડગામ પોલીસ મથકે પાવઠી ગામના દોલતસિંહ ભવાનસિંહ ડાભી, નારણસિંહ બેચરસિંહ ડાભી તેમજ અન્ય બે શખ્સો સામે વડગામ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...