આચારસંહિતાનો અમલ:વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ પાલનપુર પાલિકા વિસ્તારમાંથી રાજકીય બેનર ઉતારી લેવાયા

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખે જાહેર થતા જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. જેના કારણે પાલનપુર પાલિકા વિસ્તારમાં તંત્ર દ્વારા રાજકીય પક્ષોના બેનર ઉતારી આજથી જ આચારસંહિતાની અમલવારી શરૂ કરી હતી.

ચૂંટણી પંચની આજે બેઠક યોજાઇ હતી. જેમાં બે તબક્કામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનું ઇલેક્શન જાહેર કરાયું છે. જેને લઇ ગુજરાતમાં આચારસંહિતા લાગી ચૂકી છે. જેને લઇ પાલનપુર નગરપાલિકા ની ટીમ દ્વારા શહેરના ખૂણે ખૂણે લાગેલા રાજકીય બેનરો ઉતારવાની શરૂઆત થઈ ચૂકી છે. વિધાનસભા ચૂંટણી જાહેર થતા જ રાજકીય માહોલ ગરમાયો છે.

અન્ય સમાચારો પણ છે...