સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી:પાલનપુરમાં દોઢ ઈંચ વરસાદ પડતા જ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા; સ્થાનિકોમાં રોષ

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહીને પગલે મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો. મુખ્ય મથક પાલનપુરમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને જેને લઈને પાલનપુરના નિચાણ વાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. પાલનપુરના સુખબાગ રોડ સહિત અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ત્યાના રહીશો અને સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેટલાય વર્ષથી સુખબાગ રોડ વિસ્તારમાં આ પરિસ્થિતિ છે અને વારંવાર નગરપાલિકાની રજૂઆત કરવા છતાં તેનો નિકાલ નથી આવ્યો. ત્યારે સામાન્ય વરસાદમાં આજે સુખબાગ રોડના રહીશો ફસાયા હતા અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદ પડ્યાના કલાકો થયા બાદ પણ પાણી એમનું એમ હતું
વરસાદ પડ્યાના કલાકો થયા બાદ પણ પાણી એમનું એમ હતું

વરસાદી પાણીનો નિકાલ ના કરતા રહીશોમાં રોષ
પાલનપુરમાં દોઢ ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે પાલનપુરના સુખબાગ રોડ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી આ પરિસ્થિતિ છે પરંતુ આ પરિસ્થિતિનો નિકાલ નથી આવતો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે. જોકે આ વિસ્તારમાં શાળાઓ પણ આવેલી છે અને શાળામાં આવવા જવા માટે બાળકોને પણ મુશ્કેલીઓ પડે છે. ત્યારે પાલનપુર પાલિકાએ રોડ બનાવીને માત્ર એક માસ થયો છે છતાં પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી અને જેને લઈને સુખબાગ રોડ પર આવેલા મકાનોમાંથી લોકોને ઘરની બહાર પણ કેવી રીતે નીકળવું એવી પરિસ્થિતિ સામાન્ય વરસાદમાં સર્જાઈ હતી. રહીશોએ પાલનપુર નગરપાલિકા સામે આક્રોશ અને રોષ ઠાલવ્યો હતો.

વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે
વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે
અન્ય સમાચારો પણ છે...