દારુ ઝડપાયો:બનાસકાંઠામાં આગથળા પોલીસે દારુ ભરેલી ગાડી સાથે એકને ઝડપી પાડ્યો, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠામાં આગથળા પોલીસે લાખણીથી જસરા રોડ વચ્ચે બાતમીના આધારે રેડ દરમિયાન દારૂ ભરેલું એક જીપ ડાલુ ઝડપી પાડ્યું છે. પોલીસે 2616 બોટલ દારૂ મળી કુલ 4 લાખ 76 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને એક ઈસમની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ મુજબ આગથળા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
​​​​​​​પોલીસે 2 હજારથી વધુ દારૂની બોટલો જપ્ત કરી
દિવાળીનો તહેવાર નજીક આવતા બનાસકાંઠા જિલ્લા પોલીસે દારૂની હેરા-ફેરી કરતા બુટલેગરો પર તવાઈ બોલાવી છે. જેમાં આજે આગથળા પોલીસ સ્ટાફે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા. તે દરમિયાન બાતમી મળેલી કે, લાખણીથી જસરા જતા રોડ ઉપર તપાસ કરતા એક શંકાસ્પદ જીપ ડાલુ (GJ 02 Z 8095) જેમાંથી પોલીસે દારૂની 2 હજાર 616 જેટલી બોટલો જેની કિંમત 2 લાખ 71 હજાર 200 રૂપિયા સહીત કુલ મુદ્દામાલ 4 લાખ 76 હજાર 200 કબ્જે કર્યો હતો. તેમજ ડાલા ચાલક દિનેશકુમાર રાતડાની અટકાયત કરી હતી. પોલીસે બે ઈસમો વિરુદ્ધ આગથળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...