અમીરગઢ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ સાથે આર્મીનો જવાન ઝડપાયો હતો. જોધપુર આર્મી કેમ્પમાં ફરજ બજાવતો જવાન કોઈપણ પાસ પરમીટ વગર ડિફેન્સનો વિદેશી દારૂ પોતાની કારમાં લઈ ગુજરાતમાં આવી રહ્યો હતો. તે દરમિયાન દારૂ ગુજરાતમાં ઘૂસે તે પહેલા જ અમીરગઢ પોલીસે તેને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ સહિત મુદામાલ જપ્ત કરી આર્મી જવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડરપરથી પોલીસે એક આર્મી જવાનના યુનિફ્રોમ પહેરલા યુવકને દારૂ સાથે ઝડપી પાડ્યો છે, પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગની કામગીરીમાં હતા, દરમ્યાન રાજસ્થાન તરફથી એક ગાડી GJ 38 BA 833 ની આવતા જે શંકાસ્પદ જણાતા રોકાવી હતી. ત્યારબાદ ગાડી ચેક કરતા ગાડીમાં થેલાઓ પડેલા હતા. જે થેલાઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટીકની બોટલો મળી આવી હતી.
પોલીસે ગાડી કબ્જામાં લઇ નજીકમાંથી બે પંચોના માણસો બોલાવી હકિકતની સમજ કરી પંચોને સાથે રાખી સદરે બલેનો ગાડીના ચાલક ઇસમનું નામઠામ પુછતા પોતાનું નામ મયુરસિંહ ખુમાનસિંહ ચૌહાણ રહે.ફેદરા ધંધુકા અમદાવાદ વાળો હોવાનુ જણાવ્યું હતું. તેમજ પોતે હાલમાં જોધપુર રાજસ્થાન મુકામે આર્મીના SWR વિભાગમાં ફરજ બજાવતો હોવાનું કહ્યું હતું. જેઓ છેલ્લા બાર વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરવા અંગે પાસપરમીટ માંગતા પોતાની પાસે આવુ કોઇ પાસ પરમીટ ના હોવાનુ જણાવતા પોલીસે દારૂની બોટલો જોધપુર આર્મી કેન્ટીનમાંથી લાવેલ હોવાનું જણાવતો દારૂનો જથ્થો પોતાના ગામ ફેદરા મુકામે પોતાના ભાઇ રાજપાલસિંહ ખુમાનસિંહ ચૌહાણને આપવાનો અને તેઓ તેમના ગામમાં ચોરી છુપી છુટકમાં વેચાણ કરે છે જેથી પોલીસે ઈસમની અટકાયત કરી કુલ 6 લાખ 2 હજાર 400 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.