બનાસકાંઠા પોલીસ એલર્ટ:આતંકી હુમલાની ધમકીને લઈ રાજસ્થાન અને ગુજરાતને જોડતી અમીરગઢ બોર્ડર પર હથિયારધારી પોલીસ તૈનાત

પાલનપુર20 દિવસ પહેલા
  • બનાસકાંઠા પોલીસ એલર્ટમોડ પર, ગુજરાત પ્રવેશતા વાહનોનું ચેકિંગ
  • ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો
  • અલકાયદા ઇન ધ સબકોન્ટિનેન્ટ (AQIS)એ ભારતને ધમકી આપતો પત્ર જારી કર્યો

પયગંબર વિરૂદ્ધ કરવામાં આવેલા નિવેદનને લઈને દેશ-વિદેશમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, યુપી, ગુજરાતમાં આત્મઘાતી હુમલાનો ધમકી ભર્યો આતંકવાદી સંગઠને પત્ર જારી કર્યો છે. જેને લઇને બનાસકાંઠા પોલીસ એલર્ટમોડ પર આવી ગઇ છે. રાજસ્થાન અને ગુજરાતને જોડતી અમીરગઢ બોર્ડર પર હથિયારધારી પોલીસ તૈનાત કરવામાં આવી છે.

જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલી ટીવી શોમાં ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. જે વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. અલકાયદા ઇન ધ સબકોન્ટિનેન્ટ (AQIS)એ ભારતને ધમકી આપતો પત્ર જારી કર્યો છે. આ પત્રમાં દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર પર તારીખ 6 જૂન, 2022 છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ આતંકી હુમલાની ધમકીભર્યા પત્રને લઇને અમીરગઢ બોર્ડર પર સુરક્ષા વધારાઈ છે. રાજસ્થાન અને ગુજરાતને જોડતી અમીરગઢ બોર્ડર પર હથિયારધારી પોલીસ તૈનાત કરવામાં આવી છે. રાજસ્થાનથી ગુજરાત પ્રવેશતા વાહનો પર cctvની નજર સાથે કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...