પરમિશન ફરજિયાત:ચૂંટણી ટાણે લગ્નના વરઘોડા-ડીજે માટે મંજૂરી લેવી પડશે

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં 24 નવેમ્બરથી લગ્નોની શરૂઆત,વરઘોડા માટે પ્રાંતની મંજૂરી
  • જ્યારે લાઉડ સ્પીકર માટે મામલતદારની પરમિશન ફરજિયાત

પાલનપુર શહેર સહિત જિલ્લા ભરમાં 24 નવેમ્બરથી લગ્નગાળાની શરૂઆત થઈ રહી છે. જે 14 ડિસેમ્બર સુધી ચાલશે. અધુરામાં પૂરું હાલમાં ચૂંટણી ચાલી રહી હોવાથી લગ્નમાં વરઘોડા યોજવા અંગે વહીવટી તંત્ર દ્વારા જરૂરી નિર્દેશ કરવામાં આવ્યા છે તે મુજબ લગ્ન સમારોહના આયોજન સાથે જોડાયેલા પરિવારે સાદા કાગળ પર અરજી અને કંકોત્રી જોડીને મંજૂરી માંગવાની રહેશે. જિલ્લામાં અંદાજિત 2 હજાર કરતાં વધુ લગ્ન થનાર છે. જોકે લગ્નમાં બેન્ડબાજા માટે અગાઉથી નોંધણી કરાવી ફરજિયાત છે જેને લઇ જે તે પ્રાંત અધિકારીની કચેરીમાં વ્યવસ્થા કરાઈ છે.

બહારના શહેરમાંથી પાલનપુરમાં જાન લઈને આવનાર પરિવારે પણ આવી મંજૂરી લેવી ફરજીયાત છે. પાલનપુર પ્રાંત ઓફિસમાં ફરજ બજાવતા નાયબ મામલતદારએ જણાવ્યું હતું કે " વરઘોડા માટે પરમિશન લેવા હેતુસર સાદા કાગળમાં અરજી અને કંકોત્રી જોડીને આપવાની હોય છે જે બાદ અત્રેની કચેરી દ્વારા જે તે પોલીસ સ્ટેશનમાં પોલીસ અભિપ્રાય માટે પત્ર મોકલવામાં આવે છે અને ત્યાંથી એક જ દિવસમાં શેરો મારી અને પત્ર પાછો આવી જાય છે અને અરજદારને બીજા દિવસે પરમિશન મળે છે.

જ્યારે સાઉન્ડની પરમિશન માટે મામલતદાર કચેરીમાં અલગથી અરજી કરવી પડે છે." ઉલ્લેખનીય છે કે આ પૂર્વે અગાઉ ઓનલાઇન એપ્લિકેશન કરવાની હતી જે ના બદલે હવે ઓફલાઈન અરજી કરવામાં આવી રહી છે. જોકે ગામડાઓમાં વાહન વ્યવહાર અંગે મુશ્કેલી સર્જાતી ન હોવાથી મોટાભાગના ગ્રામજનો મંજૂરી મેળવવાનું ટાળે છે. ડીસા પાલનપુર જેવા શહેરમાં મુખ્ય માર્ગ પરથી વરઘોડા નીકળવાના હોવાથી મામલતદારમાં સાઉન્ડ અને પ્રાંતમાં વરઘોડાની મંજૂરી લેતા હોય છે."

વરઘોડા દરમિયાન મુખ્ય માર્ગ પર ટ્રાફિક ન સર્જાય તે માટે પોલીસ અભિપ્રાય લેવાય છે
જે ઘરમાં લગ્ન હોય તેમને જો મુખ્ય માર્ગ પરથી વરઘોડો કાઢવાનું હોય તેવા કિસ્સામાં વરઘોડાની પરમિશન માટે પ્રાંત કચેરીમાં જાય છે જેઓ પોલીસ સ્ટેશનમાં અભિપ્રાય માટે મોકલે છે અને પોલીસ અભિપ્રાયમાં ટ્રાફિકમાં મુશ્કેલી ન સર્જાય તે પ્રકારના સમય મુજબ પરમિશન અપાય છે.

અન્ય સમાચારો પણ છે...