ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો:ઈકબાલગઢ-પાલનપુર વચ્ચે એક ટ્રક પાછળ બીજી ટ્રક ધડાકાભેર અથડાઇ, ચાલક કેબિનમાં ફસાતાં ઘટનાસ્થળે મોત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાછળની ટ્રકનો ડ્રાઇવર ફસાતાં નીકાળવા પ્રયત્નો હાથ ધરાયા, ડ્રાઇવરનું પ્રાણપંખેરૂ ઉડી ગયું
  • એલ એન્ડ ટી, 108 અને અમીરગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
  • અકસ્માતના પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા

ઈકબાલગઢ-પાલનપુર હાઈવે રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જો કે અકસ્માતના કારણે પાછળની ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા હતા. ઉપરાંત એલ એન્ડ ટી વિભાગ તેમજ 108 અને અમીરગઢ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. પાલનપુર-આબુ રોડ હાઇવે પર ઇકબાલગઢ નજીક બે ટ્રકો વચ્ચે ગઇકાલે બુધવારે રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં જ વાહન ચાલકો તેમજ આજુબાજુ લોકો એકત્ર થયા હતા અને પાછળના ટ્રકમાં ફસાયેલા ડ્રાઈવરને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જો કે ડ્રાઇવરને બહાર ના નીકાળી શકતાં સ્થાનિક લોકોએ એલ એન્ડ ટી, 108 અને અમીરગઢ પોલીસને જાણ કરી હતી. જેથી તેમણે ઘટનાસ્થળ પર પહોંચી ડ્રાઇવરને બચાવવાના પ્રયત્ન કર્યા હતા. પરંતુ ડ્રાઇવરનું આખરે પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવતાં પોલીસ તેમજ એલ એન્ડ ટી વિભાગે ટ્રાફિક નિયંત્રણ કરાવી મૃતક ઈસમની લાશને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...