જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું:લમ્પીના કેસ વધતાં પશુની હેરાફેરી,મેળા, પ્રદર્શન પર પ્રતિબંધ

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠામાં નવા 275 કેસ,વધુ 8 ગાયોના મોતથી હડકંપ
  • 9 તાલુકાના 119 ગામોમાં કુલ 1387 કેસ
  • લમ્પી વાઈરસ ન વકરે એ માટે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

લમ્પીના કેસ વધતાં જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં પણ પશુઓની હેરાફેરી, પશુમેળા,પશુ પ્રદર્શન તેમજ પશુઓની રમતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં 9 તાલુકાના 119 ગામડાઓના નવા 275 કેસ નોંધાયા છે ઉપરાંત વધુ 8 ગાયોના મોતથી હડકંપ મચ્યો છે.

વહીવટી તંત્ર પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત લમ્પી વાઈરસ ન વકરે એ માટે જિલ્લા કલેકટર બુધવારે રાત્રે જાહેરનામું બહાર પાડ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં લમ્પીના કેસમાં વધારો થતાં બુધવારે વધુ 119 ગામમાં 275 કેસ નોંધાયા હતા. જ્યારે 8 ગાયોના મોત નિપજ્યા હતા. જ્યાં ધાનેરામાં 12, વાવ 26, સુઈગામ 20, થરાદ 19, ભાભર 8, લાખણી 10, કાંકરેજ 5, દિયોદર 10 અને ડીસામાં 9 કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધી કુલ1382 કેસ નોંધાઈ ચુક્યા છે.

બુધવારે 8 ગાયોના મોત સાથે કુલ મૃત્યુ આંક 23 પર પહુચ્યો હતો. પશુપાલન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે "બુધવારે 66 ગામમાં ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. હાલમાં પાલનપુર, દાંતા, દાંતીવાડા, વડગામ અને અમીરગઢ તાલુકામાં બુધવાર મોડે સાંજ સુધી એકપણ લમ્પીનો કેસ નોંધાયો નથી.

અહી ખેડૂતોએ કોઈ પણ પશુ ધનને એક ગામમાંથી બીજા ગામમાં લઈ જવા નહિ.જિલ્લા કલેકટરના જાહેરનામા જણાવ્યા મુજબ પણ કોઈપણ પશુની આંતરરાજ્ય, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં, તાલુકામાંથી બીજા તાલુકામાં કે એક ગામમાંથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરી શકાશે નહીં.કોઈપણ પ્રકારના પશુ મેળાનું આયોજન કરી શકાશે નહીં તેમજ પશુઓના પ્રદર્શન પણ કરવા નહીં.

પશુઓની રમતો ઉપર પણ બીજી સૂચના ન આવે ત્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કોઈપણ રોગિષ્ટ પશુ નું અવસાન થાય તો તેના મૃતદેહને ખુલ્લો રાખી શકાશે નહીં તેને દફનાઈ યોગ્ય રીતે નિકાલ કરવો. જે પશુ બીમાર છે તે જગ્યાને સાફ-સફાઈ કરી તે પશુને અન્ય પશુથી અલગ આઈસોલેટ રાખવો.

પાટણ જિલ્લામાં લમ્પીના વધુ 20 કેસ
પાટણ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા 520 ગામોમાં ટીમો મારફતે ગાયોમાં લંમ્પી વાયરસ ના રોગ શાળાનો સર્વે ચાલી રહ્યો છે જેમાં અત્યાર સુધી સાંતલપુર રાધનપુર અને સમી તાલુકામાં વાયરસથી સંક્રમિત થયેલી 57 ગાયો મળી આવી હતી બુધવારે વધુ 20 સંક્રમિત ગાયો મળી છે એટલે કે જિલ્લાના 16 ગામોમાં થી વાયરસથી સંક્રમિત ગાયોના 77 કેસ મળ્યા છે જેમાં સરસ્વતી તાલુકા માં પણ એદલા ગામમાંથી એક ગાય ને લંમ્પી વાયરસ ની બીમારી જણાઇ છે.

અન્ય સમાચારો પણ છે...