પડતર પ્રશ્ને રજૂઆત:અમીરગઢ તાલુકાની આંગણવાડી કાર્યકર્તાઓ અને તેડાગરોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

બનાસકાંઠા (પાલનપુર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમીરગઢ તાલુકાની 400 જેટલી કાર્યકર્તાઓ અને તેડાગર બહેનોએ રેલી યોજી

સરકારી કર્મચારીઓને મળતા સરકારી લાભો પ્રમાણે લાભ મેળવવાની માગ સાથે અમીરગઢ તાલુકાની કાર્યકર્તાઓ અને તેડાગર બહેનો દ્વારા રેલી યોજી મામલતદારને ને આવેદનપત્ર પાઠવી અચોક્કસ સમય માટે હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

તલાટીઓ, શિક્ષકો બાદ હવે આંગણવાડી કાર્યકર્તાઓ પણ અનેક માંગોને લઈ સરકાર સામે મોરચો ખોલી બેઠેલ છે અને સરકારી કર્મચારીઓને મળતા બધાજ લાભો આંગણવાડી કાર્યકર્તાઓને મળે તેવી માંગ સાથે અમીરગઢ તાલુકાની 400 જેટલો કાર્યકર્તાઓ અને તેડાગર બહેનોએ રેલી યોજી અમીરગઢ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આંગણવાડી કાર્યકર્તાઓની માગ મુજબ ગત સરકારે આંગણવાડી કાર્યકર્તાઓને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ જાહેર કરી લઘુતમ વેતન આપવું, માનદ સેવકના બદલે સરકારી નોકરિયાતનો દરજ્જો આપવો, ખાનગીકરણ બંધ કરવું, પ્રાથમિક શાળઓ જેવી રજાઓનો લાભ આપવો, વય નિવૃત્તિ પેન્શન યોજના લાગુ કરવી, વય નિવૃત્તિ 62 વર્ષની મર્યાદા રાખવી, મોબાઈલ અને રજીસ્ટર માંથી એકજ જવાબદારી અપાવી, મેડિકલ સહાય બાળકોને શિષ્યવૃત્તિ ઉચ્ચ શિક્ષણમાં પ્રાથમિકતા આપવી, વધારાની કામગીરી બંધ કરી બાળકોને સિક્ષણ ઉપર ભાર મૂકવો, મીની આંગણવાડી સામાન્યમાં ફેરવવી, સગર્ભા અને ધાત્રી માતાઓને ભોજનમાં આપતા શીરો, દાળભાત, શાક, કઠોળ અને ભાખરી 21 રૂપિયામાં ન પોષતા તેમાં વધારો કરવો. આવી અનેક માંગો સાથે આવેદનપત્ર આપી રાજ્ય શ્યાયી આંગણવાડી કાર્યકર્તાઓ ના સમથનમાં હડતાળ ઉપર ઉતારવા માટેની આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...