સ્વાગત:આણંદનો યુવક સ્કેટિંગ કરી 15 ઓગસ્ટે શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવશે

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક ગુરુવારે રાત્રે પાલનપુર પહોંચતા લીંબચ સમાજ દ્વારા સ્વાગત

આણંદ શહેરનો લીમ્બચીયા સમાજનો યુવક વડોદરાથી સ્કેટિંગ રાઇટર્સથી શહીદ વીર જવાનોને દિલ્હીમાં 15 મી ઓગસ્ટએ શ્રદ્ધાંજલિ પાઠવવાના હોવાથી યુવક બુધવારે રાત્રે પાલનપુર પહોંચતા લીંબચ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આણંદ જિલ્લાના ચરોતર ગામના અગશ્ય ઘનશ્યામભાઈ લીંબચિયા નામના યુવકે વડોદરાથી સ્કેટિંગ રાઈડ કરી રવાના થયો હતો.

જે બુધવારે રાત્રે પાલનપુર પહોંચતા લીંબચ સમાજ દ્વારા યુવકનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.આ યુવક દેશના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા 15 મી ઓગસ્ટ દિલ્હી ઇન્ડિયા ગેટ પહોંચી શ્રદ્ધાંજલિ પાઠવશે.યુવક સાથે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે.આ યુવકને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે તેવું લીંબચ સમાજના લોકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...