દુર્ઘટના:મલાણાના આરપીએફ જવાનનું મુંબઇમાં ટ્રેનની ટક્કરે નિધન

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેન ઉપર પથ્થરમારો થયો હોઇ તપાસ કરવા ગયા ત્યારે દુર્ઘટના,આજે વતનમાં અંતિમ સંસ્કાર થશે

પાલનપુરના મલાણા ગામના આરપીએફ જવાનનું શુક્રવારે મુંબઇ ચર્ચગેટ રેલવે સ્ટેશન નજીક ટ્રેનની ટક્કરે નિધન થયું હતુ. જેમના મૃતદેહને રવિવારે વતન મલાણા ખાતે લાવી અંતિમયાત્રા નીકાળવામાં આવશે. મલાણા ગામના ભરતભાઇ નાનજીભાઇ પ્રજાપતિ રેલવે આરપીએફમાં એએસઆઇ તરીકે મુંબઇમાં ફરજ બજાવતાં હતા. તેમના સબંધી પાલનપુરના દિપેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતુ કે,આરપીએફના આઇ. જી. સાથે થયેલી વાતચિત મુજબ મુંબઇ ચર્ચગેટ રેલવે સ્ટેશને ટ્રેન ઉપર પથ્થરમારો થયો હોઇ ભરતભાઇ ને ત્યાં તપાસ કરવા માટે મોકલ્યા હતા.

દરમિયાન ટ્રેક ઉપર પાછળથી ટ્રેનની ટક્કર લાગતાં નિધન થયું હતુ. જેમના મૃતદેહને સૂર્યનગરી એક્ષપ્રેસ ટ્રેનમાં પાલનપુર લવાશે. રવિવારે સવારે વતન મલાણામાં અંતિમયાત્રા નિકાળી અંતિમ વિદાય આપવામાં આવશે.પત્ની આશાબેન, મોટી દીકરી અંજનાબેન અને પુત્ર ધૃવ છે. નોંધનીય છે કે ભરતભાઇ પ્રજાપતિ 17 વર્ષથી આરપીએફમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા. અને આઠ માસ અગાઉ મુંબઇ પોસ્ટીગ થયું હતુ. તેમનો પરિવાર પાલનપુર શક્તિકૃપા સોસાયટીમાં રહેતો હતો.જ્યારે ભરતભાઇ મુંબઇ રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...