જિલ્લાકક્ષાનો કેમ્પ:માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે આંતરિક બદલી કેમ્પ યોજાયો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લા શિક્ષણા ધિકારીની કચેરી, પાલનપુર દ્વારા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે જિલ્લાકક્ષાનો આંતરિક બદલી કેમ્પ શનિવારે યોજાયો હતો. આ કેમ્પમાં માધ્યમિક વિભાગમાં 101 અરજીઓ પૈકી 80 મદદનીશ શિક્ષકો હાજર રહ્યા હતા. જે પૈકી 20 મદદનીશ શિક્ષકો/ શિક્ષણ સહાયકોએ શાળા પસંદગી કરી હતી અને 60 મદદનીશ શિક્ષકો/ શિક્ષણ સહાયકોએ પોતાનો હક્ક જતો કર્યો હતો.

ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રવાહમાં 28 અરજી પૈકી 26 મદદનીશ શિક્ષકો / શિક્ષણ સહાયકો હાજર રહી બદલીના કેમ્પનો લાભ લીધો હતો. જેમાં 13 મદદનીશ શિક્ષકો/ શિક્ષણ સહાયકોએ શાળા પસંદગી કરી અને 13 મદદનીશ શિક્ષકો/ શિક્ષણ સહાયકોએ પોતાનો હક્ક જતો કર્યો હતો. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 7 અરજી મળી હતી, તેમાંથી 5 મદદનીશ શિક્ષકો/શિક્ષણ સહાયકો હાજર રહ્યા હતા.

તે પૈકી 2 મદદનીશ શિક્ષક/ શિક્ષણ સહાયકોએ શાળા પસંદગી કરી અને 3 મદદનીશ શિક્ષકો/ શિક્ષણ સહાયકોએ પોતાનો હક્ક જતો કરતા જિલ્લામાં 35 મદદનીશ શિક્ષકો/ શિક્ષણ સહાયકોએ શાળા પસંદગી કરી હતી તેમ બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા.નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...