સિદ્ધિ:પાલનપુરમાં IIT ના વિદ્યાર્થીએ જૂના સ્કૂટરમાંથી 35 હજારના ખર્ચે ઈલેક્ટ્રીક સ્કૂટરમાં રૂપાંતર કર્યું

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર કલાકમાં બેટરી ચાર્જ, દોઢ યુનિટ પડે, 50 થી 60 કિલોમીટર મુસાફરી કરી શકાય

પાલનપુરમાં રહેતો યુવક અને આઈઆઈટીનો છાત્ર જુનુ સ્કૂટર ભંગારમાં વેચવા માટે ગયો હતો. જોકે, માત્ર 2000ની કિંમત થતાં પરત ઘરે લાવી તેને ઇલેકટ્રીક સ્કૂટરમાં રૂપાંતર કર્યુ છે. પાલનપુર તાલુકાના વાસણ (ધા)ના અને હાલ તીરૂપતિ બંગ્લોઝ ભાગ- 1 માં રહેતા પાર્થ જયેશભાઇ જોષીએ જોધપુરથી વર્ષ 2020માં ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (આઇ. આઇ. ટી)ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.

જેમના જૂના સ્કૂટરનું એન્જિન ફેલ થઈ જતા બંધ પડ્યું હતું. ભંગારમાં વેચવા ગયા હતા. ત્યારે ભંગારીએ માત્ર 2000 રૂપિયા આવશે તેમ કહેતા પાર્થ જોષી સ્કૂટરને ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર કરવાનું વિચાર્યું હતું. અને ઓનલાઇન સર્ચ કરી ઇન્દોર તેમજ બરોડા થી બેટરી, મોટર, કંટ્રોલર મંગાવ્યા હતા. બાકીના સાધનો સ્થાનિક બજારમાંથી મેળવી રૂપિયા 35,000 માં માત્ર ત્રણ દિવસની અંદર ઈલેક્ટ્રીક સ્કૂટર તૈયાર કર્યું હતું.

ચાર્જ થતાં ત્રણથી ચાર કલાક લાગે છે
સ્કૂટરમાં એન્જિન કાઢી લિથિયમ આયન બેટરી ફીટ કરવામાં આવી છે. ઇકોનોમી, મોડરેટ અને સ્પોર્ટ્સ એમ ત્રણ મોડ અપાયા છે. જેને ચાર્જ થતા ત્રણથી ચાર કલાક લાગે છે. વીજળીના અંદાજિત દોઢ યુનિટ પડે છે. એક વખત બેટરી ચાર્જ થાય તેનાથી 50 થી 60 કિલોમીટરની મુસાફરી થઈ શકે છે. પેટ્રોલની સરખામણીએ એક રૂપિયામાં 5 થી 6 કિલોમીટર 40 થી 45 કિલોમીટરની ઝડપે સ્કૂટર એવરેજ આપે છે.

રિવર્સ ગિયર પણ નાખ્યો
સામાન્ય રીતે ટુ-વ્હીલર માં રિવર્સ ગિયર આવતો નથી. પરંતુ પાર્થ જોશી એ બનાવેલા ઈ -સ્કૂટરમાં રિવર્સ ગિયર નાખ્યો છે. જેથી ઢોળાવમાં ચલાવવું ખૂબ જ સહેલું પડે છે. એન્જિન કાઢી નાખ્યું હોઇ એક્ટિવાનું વજન પણ અડધું થઈ ગયું છે.

રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ મળ્યો હતો
પાર્થ જોષી એ કોલેજના છેલ્લા વર્ષમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ નાગપુર સાથે મળીને સ્નાયુનો થાક માપવા માટેનું સાધન તૈયાર કર્યું હતું. જે માટે તેમને વર્ષ 2020માં ગાંધી યંગ ટેકનોલોજી એવોર્ડ હેલ્થ મિનિસ્ટર દ્વારા કોરોનાને કારણે ઓનલાઇન આપવામાં આવ્યો હતો. આમ નોર્મલી દર વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા જ આપવામાં આવે છે. તેમજ બુકલેટમાં પણ તેમનો સમાવેશ કરાયો હતો. આ પ્રોજેક્ટમાં સ્પેશ્યલાઈઝેશન સાથે તેઓએ છેલ્લા સેમેસ્ટરમાં 10 GPA સાથે યુનિવર્સિટીમાં ટોપ કરેલું.

અન્ય સમાચારો પણ છે...