લમ્પી વકર્યો:બનાસકાંઠામાં 14 તાલુકાના 923 ગામોમાં લમ્પીનો કહેર, એક્ટિવ કેસની સંખ્યા 6858 પર પહોંચી

બનાસકાંઠા (પાલનપુર)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે જેમાં કુલ જિલ્લાના 14 તાલુકા લંપી વાયરસની ઝપેટમાં આવ્યા છે વધતાં જતાં લમ્પી વાઇરસના કહેર વચ્ચે આજે નવા 545 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. જેમાં આજે 18 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 34284 ગામોમાં પશુઓમાં લમ્પી વાઇરસની અસર દેખાઈ છે.

કુલ 762 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસપશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે જેમાં આજે નવા 545 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે આજે 18 પશુઓના મોત નીપજ્યા છે જોકે જિલ્લાના કુલ 14 તાલુકા ઓમાં પશુ ઉપર લંપી વાયરસની અસર જોવા મળી છે જેમાં કુલ જિલ્લાના 923 ગામોમાં પશુઓમાં લમ્પી વાઇરસઅસર થઇ છે અત્યાર સુધી કુલ 34284 પશુઓને લંપી વાઇરસની ઝાપેટમાં આવ્યા છે જેમાં અત્યાર સુધી 762 પશુઓના મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...