ધાર્મિક કાર્યક્રમ:અમીરગઢ પોલીસ સ્ટાફે પરંપરાગત ડુંગરપુરી મહારાજનાં મંદિરે વાજતે ગાજતે ધજા ચડાવી, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં

બનાસકાંઠા (પાલનપુર)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા દેવપુરી ડુંગરપુરી મહારાજનાં મંદિરે ધજા ચધવવામાં આવી હતી. અમીરગઢ દેવ શ્રી ડુંગરપૂરી મહારાજનાં મંદિરે અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા વાજતગાજતે ઢોલ સાથે અમીરગઢ પોલીસ સ્ટેશન થી ધજા લઈ ને દેવ શ્રી ડુંગરપૂરી મહારાજનાં મંદિર સુધી હર્ષલ્લાસપૂર્વક ધજા ચઢાવવામાં આવી હતી. જેમાં અમીરગઢ પી આઇ એમ. આર. બારોટ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ અને જી આર ડી નાં સ્ટાફ પોલીસ સ્ટેશનથી હર્ષલ્લાસભેર દેવ શ્રી ડુંગરપૂરી મહારાજનાં દર્શન કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ની પવિત્ર તપોભૂમિ પર દેવ શ્રી ડુંગરપુરીજી એ જીવંત સમાધી લીધી હતી. તેઓની આ તપસ્યા માટે દર ફાગણ માસની આઠમના દિવસે મહામેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પણ ભક્તો આવે છે. ભક્તોના અવિરત પ્રવાહથી મંદિરનો વિશાળ પ્રગણ પણ નાનો પડી રહ્યો હતો અમીરગઢની પાવન ધરા પર દેવ શ્રી ડુંગરપુરી મહારાજે ભક્તિની જ્યોત જગાવી હતી અને 115 વર્ષ પહેલાં તેઓએ અમીરગઢ માં જીવંત સમાધી લીધેલ હતી. ફાગણ વદ પાંચમ ના દેવ શ્રી એ સમાધી લીધેલ હોય પાંચમ ના ભજન સંધ્યા થાય છે અને ફાગણ માસની આઠમના મહામેળાનું આયોજન કરવામાં આવેલ છે પરંપર મુજબ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન થી ઢોલ નગાડા સાથે વાજતે ગાજતે મંદિરમાં ધજા ચડાવી હતી પોલીસ કર્મીઓ ભક્તિથી ઝૂમી ઊઠયા હતા​​​​​​​

અન્ય સમાચારો પણ છે...