જીવન મરણ વચ્ચે ઝોલા:અમીરગઢના જોરાપુરા પાટિયા નજીક કાર પલટી મારતા ત્રણ લોકોને ગંભીર ઇજાઓ, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

બનાસકાંઠા (પાલનપુર)9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કારે પલટી મારી

અમીરગઢ તાલુકાના જોરાપુરા પાટિયા પાસે એક કાર ચાલકે પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજસ્થાન તરફથી પાલનપુર તરફ જઇ રહેલી કાર જોરાપુરા પાટિયા નજીક પલટી ખાઇ ગઇ હતી. જેમાં કારમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્તો સારવાર અર્થે ખસેડાયા
અમીરગઢ તાલુકાના જોરાપુરા પાટિયા નજીક એક રાજસ્થાન તરફથી આવી રહેલી કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. કાર પલટી મારતા જ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર નીકળ્યા હતા. જેમાં કાર ચાલક સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ પોલીસ તેમજ 108 ને જાણ કરી હતી, 108 અને પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી ઇજાગ્રસ્તો સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...