વાદળો વચ્ચે ફરતા પ્રવાસીઓ:માઉન્ટ આબુમાં વરસાદી માહોલ વચ્ચે મનમોહક નજારો, ડુંગરાઓ સોળે કળાએ ખીલી ઊઠ્યા

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં પડેલા વરસાદને પગલે આહલાદક દૃશ્યો સર્જાયાં છે. વરસાદી માહોલ વચ્ચે પર્યટકો વાદળોમાં ફરતા હોય એવો અહેસાસ કરી રહ્યા છે. આવા અદભુત વાતાવરણમાં સહેલાણીઓ મોજ માણી રહ્યા છે.

આબુમાં મનમોહક દૃશ્યો
ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે, જેમાં ઉત્તર ગુજરાતમાં પણ 10 જુલાઈ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેને લઇને વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના આબુમાં મનમોહક દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

નાનાં નાનાં ઝરણાં વહેતાં થયાં
ઝરમર ઝરમર વરસાદ વચ્ચે આબુના ડુંગરાઓ સોળે કળાએ ખીલી ઊઠ્યા છે. ધરતીએ ઓઢેલી આ લીલી ચાદરમાં અને વહેતા થયેલાં નાનાં નાનાં ઝરણાં વચ્ચે પ્રવાસીઓ મન મૂકીને લખલૂટ મજા લૂંટી રહ્યા છે.

આબુમાં સારો વરસાદ થાય તો બનાસનદીમાં પાણી આવે
મહત્ત્વનું છે કે આબુમાં હજુ મન મૂકીને મેઘરાજા નથી વરસ્યા, જેને કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણી નથી આવ્યું. આગામી સમયમાં જો ઉપરવાસ માઉન્ટ આબુમાં સારો વરસાદ પડે તો બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવે અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક થાય તો ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થઇ શકે છે.

તસવીરોમાં જોઈએ અદભુત નજારો

અન્ય સમાચારો પણ છે...