પ્રસાદ વિતરણ:અંબાજી ભાદરવી મેળામાં રૂ. 18, 28 અને 52ના પ્રસાદના 40 લાખ પેકેટ તૈયાર કરાશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંદાજિત 4 લાખ કિલો પ્રસાદ તૈયાર કરવા અને વિતરણ કરવા 500થી વધુ મજૂરો કામે લાગ્યા

ભાદરવી પૂનમના મહાકુંભમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા મુજબ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મંદિરમાં આવનાર શ્રદ્ધાળુ માના પ્રસાદ તરીકે મોહનથાળ લઈને જાય છે ત્યારે આ વર્ષે 18,28 અને 52 રૂપિયાની કિંમતના મોહનથાળના અંદાજિત 40 લાખ પેકેટ તૈયાર થશે.

પ્રસાદ અંગેની વિગતો આપતા યાત્રાધામ શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના કર્મચારી હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે " આ વર્ષે અંદાજ ચાર લાખ કિલો મોહનથાળ નો પ્રસાદ બનશે જેમાં 7000 ડબ્બા ઘી 100 થી 120 ટન દાળ, 150 થી 175 ટન ખાંડ, 21,875 લીટર દૂધ અને 250 કિલો ઈલાયચીનો ઉપયોગ કરી પ્રસાદ બનાવવામાં આવશે.

80 ગ્રામના વજનવાળા અંદાજિત 32 લાખ પેકેટ તૈયાર કરવા છે જેની કિંમત 18 રૂપિયા રખાઇ છે. 130 ગ્રામ વાળા 5 થી 6 લાખ પેકેટ તૈયાર કરાશે જેની કિંમત 28 રૂપિયા છે અને 250 ગ્રામ વાળા બેથી અઢી લાખ પેકેટ તૈયાર થશે જેની કિંમત 52 રૂપિયા રાખવામાં આવી છે. અંદાજિત 4 લાખ કિલો પ્રસાદ તૈયાર કરવા અને વિતરણ વ્યવસ્થા પાર પાડવા 500થી વધુ મજુરો કામે લાગ્યા છે.

વર્ષો થી એક જ ગુણવતા અને સ્વાદ રહે છે, અને જ્યાં પ્રસાદ બને છે ત્યાં ક્યારેય કીડી મકોડાનો ઉપદ્રવ જોવા મળ્યો નથી જે સાક્ષાત ચમત્કાર સમાન ઘટના છે. પ્રસાદ બનાવવા 100 જ્યારે 500 પ્રસાદ પેકિંગ અને વિતરણની કામગીરી કરશે.

અન્ય સમાચારો પણ છે...