પાલનપુરમાં શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં તત્કાલીન ચીફ ઓફિસર અને પ્રમુખ સામે કાર્યવાહી કરવા ભાજપના ભૂગર્ભ ચેરમેને સીએમને રજૂઆત કરતા હડકંપ મચી ગયો છે તેમજ ભૂગર્ભ ગટરની સવા આઠ વર્ષથી અધૂરી રહેલ કામગીરી તાત્કાલિક પુર્ણ કરાવવા આદેશ કરવા માંગ કરી છે.
પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી જી.યુ.ડી.સી વિભાગ ગાંધીનગર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ સવા આઠ વર્ષનો સમય વિતવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી અને જે પણ અધૂરી કામગીરીમાં ક્ષતિઓના પગલે ભૂગર્ભ ચેરમેન કૌશલ જોશીએ સીએમને રજુઆત કરી જણાવ્યું હતું કે, કામગીરીમાં 73 કરોડ 28 લાખ 75 હજાર જેવી મોટી રકમનો ખર્ચ થયેલ હોવા છતાં કામગીરી અધુરી છે.
ભૂગર્ભ ચેરમેન કૌશલ જોશીનો આક્ષેપ છેકે "પાલિકાના તત્કાલીન મુખ્ય અધિકારી પંકજ બારોટ, તત્કાલીન પ્રમુખ અશોક ઠાકોર સાથે મળી ગેરકાયદેસર મંડળી રચી આ અધૂરા પ્રોજેક્ટનો હેન્ડીગ ઓવર-ટેકીગ લેવા બાબતનો પત્ર પ્રોજેક્ટ ડાયરેક્ટર જી.યુ.ડી.સી ગાંધીનગરને તત્કાલીન મુખ્ય અધિકારી અને તાત્કાલિક નગરપાલિકા પ્રમુખની સહીથી પત્ર લખેલ છે જેમાં "જરૂરી સર્ટીફીકેટ અને એનેકશર-એ ચેક કરી સર્ટીફીકેટ આપીએ છીએ, તેમજ ટેન્ડર નિયમ પ્રમાણે બે વર્ષ માટે મરામત અને નિભાવણી એજન્સીએ કરવાની રહેશે."તેવા ખોટા લખાણ વાળું સર્ટીફીકેટ બનાવી તત્કાલીન મુખ્ય અધિકારી અને જી. યુ.ડી.સી દ્વારા સરકાર તેમજ પાલનપુરની પ્રજા સાથે છેતરપિંડી આચરી છે.
પાલનપુર નગરપાલિકાને કોઈ બિલ્ટ ડ્રોઈંગ આપવામાં આવેલ નથી તેમજ 29 માર્ચ 2019 ના એકપણ પંપીંગ સ્ટેશન ઉપર લાઈટ કનેક્શન મેળવેલ ન હતું તેથી પંપીંગ સ્ટેશન બંધ હતા જે આજે પણ બંધ છે. આ મામલે જી.યુ.ડી.સી.નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે "તમામ આક્ષેપો પાયા વિહોણા છે ચેરમેનને અનેક વખત રૂબરૂ બોલાવ્યા છે પરંતુ તેઓ આવતા નથી."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.