ખળભળાટ:આગથળમાં જેટકો દ્વારા બળજબરીપુર્વક વિજલાઇન નાખવાની કામગીરીનો આક્ષેપ

લાખણી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

લાખણીના આગથળામાં અગાઉ પણ એક ખેતરમાં 10 થી 15 કરતાં વધારે વિજલાઇનો નિકળતાં ખેડુતો પરેશાની ભોગવી રહ્યા છે. વધુ એક લાઇન આવતાં તેને સાઇડમાં કરાવવાના ન્યાય માટે લડી રહેલા ખેડુતોના હાઇકોર્ટમાં પેન્ડીંગ કેસ વચ્ચે મંગળવારે જેટકો દ્વારા પોલીસના કાફલા સાથે આવીને બળજબરીપુર્વક કામ શરૂ કરતાં ખળભળાટ મચવા પામ્યો હતો. આ અંગે ખેડુત સેંધાજી મગનજીએ જણાવ્યું હતું કે ‘આગથળાની સીમમાં આવેલા સર્વે નંબર 242 માંથી અગાઉ પણ 15 જેટલી વિજલાઇનો નિકળી છે. અને આ છેલ્લી લાઇન સાઇડમાંથી નિકળે તેવી જેટકો ડીસાને લેખિતમાં રજુઆત પણ કરી હતી.

છતાં છેલ્લા 6 મહિનાથી વિજ કંપની દ્વારા હેરાન-પરેશાન કરાય છે.આથી તેમનાથી નારાજ થઇને ખેડુતો મોટાકાપરાથી આગથળા વિજલાઇન અંગે અગાઉ ઘણી બધી લાઇનો નિકળેલી હોઇ આ લાઇન સાઇડમાંથી નિકળે તેવી માંગણી કરી ન્યાય અને વળતર માટે હાઇકોર્ટમાં ગયેલા છીએ. જેનો કેસ 584/2022 પેન્ડીંગ છે. કેસની સુનાવણીની આગામી તારીખ 27 જૂન-2022 છે. જેની વચ્ચે મંગળવારે જેટકોના કર્મચારીઓ મજુરો અને 20 થી 25 પોલીસ કર્મીઓના કાફલા સાથે આવીને સરકારનું દબાણ હોવાનું જણાવી અમને મજબુર કરીને બળજબરીપુર્વક વિજલાઇન નાખવાની કામગીરી કરી રહ્યા છે.

જો ક જેટકો કંપની ડીસા વિભાગ અને પોલીસને પણ લેખિત મૌખિક આપવા છતાં પણ માનતા નથી. આથી ખેડુતોએ મિડીયાના માધ્યમથી તંત્ર દ્વારા ધમકી આપી બંદુકની અણીએ કામગીરી કરતા હોઇ ન્યાય અને વળતર માટે હાઇકોર્ટ પાસે મદદ માંગી હતી.’

SDMએ કામ શરૂ કરવા તંત્રને હુકમ કર્યો
એસડીએમએ કામ શરૂ કરવા તંત્રને હુકમ કરતાં આવેલા જેટકોના અધિકારીઓ દ્વારા ખેડુત પાસે સ્ટે ઓર્ડરની માંગણી કરી હતી. જો કે કેસ ચાલુ હોઇ તે સુનાવણી પહેલાં મળવો મુશ્કેલ હોવાનું ખેડુતે જણાવ્યું હતું અને ચુકાદો આવ્યા બાદ કામ કરવાનો આગ્રહ ખેડુતે વ્યક્ત કર્યો હતો. જ્યારે જેટકોના અધિકારીઓએ હાઇકોર્ટનો જે પણ ચુકાદો આવશે તેને શિરોમાન્ય રાખીશું અને કોર્ટ ગેરકાયદેસર કહેશે તો લાઇન કાઢવાનું વળતર પણ ખેડુતને આપીશું તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...