AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વડગામના મજાદર ખાતે સભા સંબોધી હતી. વિધાનસભાની ચૂંટણીને લઈ વડગામ બેઠક પર ચૂંટણીલક્ષી સભા યોજીને ઓવેસીના ઉમેદવારને જિતાડવાની અપીલ કરી હતી. જ્યારે ઓવૈસીએ જાહેરમાં કહ્યું હતું કે હું અલ્લાહથી ડરું છું, મોદી અને યોગીથી નહીં.
ઓવૈસીએ હિજાબને લઈ સરકાર સામે સવાલ ઉઠાવ્યા
વડગામના મજાદર ખાતે આવેલા ઓવૈસીએ હિજાબને લઈ સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. હિજાબ મુસ્લિમોનો બંધારણીય અધિકાર છે અને અધિકાર કોઈ છીનવી નહીં શકે. ભાજપ હિન્દૂઓને મુસ્લિમોના વિરુદ્ધ ભડકાવે છે. ઓવૈસીએ જાહેરમાં કહ્યું હતું કે હું અલ્લાહથી ડરું છું, મોદી અને યોગીથી નહીં. જ્યારે મસ્જિદને લઇ જ્ઞાનવાપી મસ્જિદ છે અને એ રહેશે, મુસલમાન મસ્જિદ નહીં ખોવે એવું નિવેદન કર્યું હતું.
કોંગ્રેસને અનેક સવાલ કર્યા
તેમણે મસ્જિદ પર કોંગ્રેસની ચુપકીદી સામે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જ્યારે દિલ્હીમાં દુકાનો તોડવા પર કોંગ્રેસે ભાજપ-આપની ચુપકીદી સામે સવાલ ઉઠાવ્યા હતા. હિંમતનગર અને ભરૂચમાં ભાજપે ગોડાઉન તોડવાના આક્ષેપ કર્યા હતા. જોકે સભામા કોંગ્રેસને આડે હાથે લઈ કોંગ્રેસે ગુજરાતમાં છેલ્લે ક્યારે સરકાર બનાવી એને લઈ કોંગ્રેસને સવાલ કર્યો હતો. વડગામ વિધાનસભા જિતાડવા ઓવૈસીએ પોતાની પાર્ટીને જિતાડવા અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.