જગન્નાથની નગર ચર્યા:પાલનપુર જિલ્લામાં બે વર્ષ બાદ આજે જગન્નાથ નગરચર્યાએ નીકળશે

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભગવાન મોડી સાંજે પાલનપુરમાં રામજી મંદિરે પરત ફર્યા હતા ત્યારે મંદિરમાં જય જગન્નાથનો નારો ગુંજી ઉઠ્યો હતો. - Divya Bhaskar
ભગવાન મોડી સાંજે પાલનપુરમાં રામજી મંદિરે પરત ફર્યા હતા ત્યારે મંદિરમાં જય જગન્નાથનો નારો ગુંજી ઉઠ્યો હતો.

જિલ્લામાં આજે બે વર્ષ બાદ રથયાત્રા નીકળશે,પાલનપુર,ડીસા,થરાદ,વાવ,અંબાજી સહિત વિસ્તાર ઉપરાંત પાટણ,ઈડર અને મહેસાણામાં ભગવાન જગન્નાથ નગર ચર્યાએ નીકળશે.પાલનપુરમાં શ્રીરામ સેવા સમિતિ તથા સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા આયોજીત 51મી ભગવાન જગન્નાથ જીની રથયાત્રા આજે હર્ષોલ્લાસ ભેર મોટા રામજી મંદિર પત્થર સડક પાલનપુરથી નીકળશે. દરમિયાન પ્રથમવાર મોસાળું થયું જેમાં 4.11 લાખ આવ્યા હતા.સવારે 8:30 કલાકે ભગવાન જગન્નાથજીની મહાઆરતી થશે.

સવારે 9:00 વાગે ભગવાન જગન્નાથજી ના બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી નગરયાત્રા એ પ્રસ્થાન કરશે.તેમાં વિવિધ પ્રકારની ઝાંખી રજૂ કરવામાં આવશે જેમાં 1હાથી,4 ઘોડા, 4 રથ,1 ઊંટલારી,4 ટ્રેકટર,1 જીપડાલુ,5 જીપસી,20 ગાડીઓ, 10 બુલેટ,800 કિલો મગનો પ્રસાદ, 300 કિલો જાંબુ, 200 કિલો કાકડી અપાશે. ઉપરાંત અખાડા,તલવાર બાજી ટીમ, તલવાર લાઠી દાવ વાળી ટીમ, તથા ઇશ્કોન મંદિરદ્વારા ઝાંખી સ્વરૂપે હાજર રહેશે.

ઉપરાંત પાલનપુર શહેરની 5 ભજનમંડળી હાજર રહશે. નવા લક્ષ્મીપુરામાં બપોરે 1:00 વાગે ધારાસભ્ય મહેશભાઈ પટેલ દ્વારા ભોજન પ્રસાદ તથા વિશ્રામ ની વ્યવસ્થા કરવામાં આવી છે.રથયાત્રાનુ હનુમાન ટેકરી આઇસ્ક્રીમથી સ્વાગત શ્રી સોળ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ અને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુરના પ્રમુખ રમેશ એમ. પટેલ અને યુવાનો દ્વારા કરાશે.જિલ્લામાં પાલનપુર ઉપરાંત ડીસા શહેરમાં છેલ્લાં ૨૩ વર્ષથી નીકળતી શોભાયાત્રા બપોરે બે વાગે નીકળશે જેમાં મગ, કાકડી, કેરી, જાંબુ સહિતનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.

કુલ 307 પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત વાવમાં છેલ્લા વાવમાં સાત વર્ષથી બંધ અષાઢી બીજની રથયાત્રા ફરી શરૂ કરાઇ છે ત્રિકમજી ભગવાનના મંદિરે થી બપોરે ચાર કલાકે રથયાત્રા નીકળી વાવના વિવિધ વિસ્તારોમાં પ્રદક્ષિણા કરી નિયત સમયે ત્રિકમજી ભગવાનના મંદિરે પરત ફરશે.થરાદમાં ત્રણ જગ્યાએ ચુરમાનો (રોટ) પ્રસાદ બાદ સિંદુરનો લેપ કરી ત્રણ જગ્યાએ નવી ધ્વજા પતાકાઓ સાથેનો શણગાર બાદ વરસાદનો વરતારો જોવાની પરંપરા બે વાગ્યે મહાઆરતી બાદ શોભાયાત્રા નીકળશે જેમાં 134 નો સ્ટાફ ફરજ બજાવશે. જ્યારે અંબાજીની રથયાત્રા ગુલઝારીપુરાના રાધેકૃષ્ણના મંદિરથી થઈ ત્રણેક કી મી ના રૂટ પર પચાસ જેટલા સુરક્ષા જવાનો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.

પાલનપુરમાં અષાઢી બીજે 150 ફોર વ્હીલર, 200 ટુ વ્હીલરનું વેચાણ થવાનો અંદાજ
પાલનપુર| અષાઢી બીજ ની રથયાત્રા ઉમંગ અને ઉત્સાહભેર નીકળનારી છે. આ પર્વે બજારમાં પણ વિવિધ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે.આ અંગે પાલનપુરના ટુ-વ્હિલર અને ફોર વ્હિલર શો રૂમના સંચાલકોએ જણાવ્યું કે, અષાઢી બીજ રથયાત્રાના દિવસે 200થી વધુ ટુવ્હીલર અને 150થી વધુ ફોર વ્હિલરનું વેચાણ થશે. સોની બજારના વેપારી ગીરીશભાઈ એ જણાવ્યું હતું કે "આ વર્ષે લગ્નસરાની સીઝનમાં 10 ટકા સોના- ચાંદીની ખરીદી થઇ હતી. દિપાવલીના તહેવારોમાં શ્રેષ્ઠ પુષ્ય નક્ષત્ર વખતે 5 કરોડનું સોનુ વેચાયું હતું.

અષાઢી બીજ પહેલા ખેડૂતોએ પણ મગફળી, એરંડા મકાઇ સહિતનો પાક માર્કેટયાર્ડમાં ભરાવી સારી એવી આર્થિક ઉપજ મેળવી છે. ત્યારે અષાઢી બીજે બે કરોડના સોના ચાંદીના દાગીનાની ખરીદી થશે." પાલનપુર બિલ્ડર એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું કે " શહેરની બહાર 15 થી 20 કિલોમીટર ની ત્રિજ્યામાં અનેક બિલ્ડરો દ્વારા નવી સ્કીમો મૂકવામાં આવી છે. જેમાં સારું એવું બુકિંગ થઈ રહ્યું છે. તાજેતરમાં પાલનપુરમાં યોજાયેલા પ્રોપર્ટી એક્સ- પો ને કારણે રિયલ એસ્ટેટમાં બુકિંગ વધ્યા છે. આજે અષાઢી બીજના દિવસે ઘણા લોકો પોતાના ઘરનું ઘર વસાવશે."

પાલનપુરમાં 19 કિ.મી.નો રથયાત્રાનો રૂટ
સવારે 9:00 વાગે રામજી મંદિરથી મોટીબજાર, નાનીબજાર, ત્રણબત્તી, જામા મસ્જિદ, ખોડા લીમડા, હનુમાનશેરી, ગઠામણ દરવાજા, સુરેશમહેતાચોક, ગલબાભાઈના પૂતળા સર્કલ, આઈ.ટી.આઈ ગોબરી રોડ, અંબિકાનગર, સુરેશમહેતા ચોક, ગઠામણ દરવાજા, સંજય ચોક, સિટીલાઈટ, ગુરુનાનક બ્રિજ રેલવે ઓવરબ્રિજ થઈ લાલબંગલા, જુનાલક્ષ્મીપુરા ધારાસભ્ય મહેશ પટેલના નિવાસસ્થાને ભોજન પ્રસાદ લઈ નવા લક્ષ્મીપુરા, રામજીનગર, કૈલાશ નગર, બેચરપુરા, સરકારી વસાહત, એરોમા સર્કલ, હનુમાન ટેકરી, સુખબાગ રોડ, કૉઝી-મહારાણા પ્રતાપ ચોક, રેલવે ઓવરબ્રિજ થઈ ગુરુનાનકચોક, કીર્તિસ્તંભ, રેલવેસ્ટેશન, સીમલાગેટ, નગરપાલિકા, આરોગ્યધામ રોડ, લક્ષ્મણટેકરી, વિજયચોક, બ્રિજેશ્વરકોલોની, જુનાટેલિફોન એક્સચેન્જ, દિલ્હીગેટ થઈ રામજી મંદિર પરત આવશે. "

ભગવાનનું મોસાળું હર્ષોલ્લાસ ભેર સંપન્ન
ભગવાન જગન્નાથનું મોસાળુ રમણિકલાલ મોહનલાલ ચોકસી પરિવાર તરફથી અતુલભાઈ ના ઘેર ભરવામાં આવ્યું. આ મોસાળામાં ચોકસી પરિવાર તરફથી ભગવાનના દાગીના, ચાંદીના વાસણો, ભગવાનનો શણગાર અને રોકડ રકમ એમ કુલ મળીને રૂપિયા 3.11 લાખ જ્યારે ભકતો તરફથી ઢાલ રૂપે રૂપિયા 83 હજાર, સાથે 3 દિવસ આરતી માં 17 હજાર એમ કુલ મળીને રૂપિયા 4.11 લાખનું મોસાળુ કરવામાં આવ્યું. જ્યારે આવતા વર્ષે 52મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના મોસાળાના યજમાન મહેશભાઇ .એમ.ઠક્કર અને જયંતિભાઇ.એમ.ઠક્કર (ફાફડાવાળા) પરિવાર થયા છે.​​​​​​​

પાલનપુરમાં બંદોબસ્ત​​​​​​​

1ડીવાયએસપી
4પીઆઈ
18પીએસઆઈ
1વ્રજવાહન
8ઘોડેશ્વર
1વોટરકેનન
544પોલીસ સ્ટાફ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...