આંગણવાડી બહેનો લડી લેવાના મૂ઼ડમાં:તલાટીઓ અને શિક્ષકો બાદ હવે આંગણવાડી બહેનો પડતર માંગણીઓને લઇને મેદાને, વાવમાં હાઇવે ચક્કાજામ કર્યો

બનાસકાંઠા (પાલનપુર)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાવમાં આંગણવાડી બહેનોએ પોતાની વિવિધ માંગણીઓને લઈ વાવ ચાર રસ્તા પર ધરણા કરી રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્ર થઈ વાવ રોડ ઉપર ઉતરી હતી. જો સરકાર દ્વારા તેમની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

રોડ ચક્કાજામ કર્યો
તલાટીઓ, શિક્ષકો બાદ હવે આંગણવાડી બહેનોએ પણ પોતાની પડતર માંગણીઓ લઇને સરકાર સામે મોરચો માંડ્યો છે. સરકારી કર્મચારીઓને મળતા બધા જ લાભો આંગણવાડી બહેનોને પણ મળે તેવી વિવિધ માંગો સાથે વાવમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોએ વાવ ચાર રસ્તા ઉપર ધરણા પર બેસી રોડ ચક્કાજામ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...