પશુપાલકોની એકમાત્ર સંસ્થા જનરલ હોસ્પિટલ પાલનપુર અત્યંત આધુનિક તબીબી સારવાર આપવામાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોખરે છે. બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી. જે. ચૌધરીએ જણાવ્યું કે, બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સામઢી મોટાવાસના ગામના રહીશ જેઓને બે મહિના અગાઉ પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં પીતાશય તેમજ નળીમાં પણ પથરી હતી જેનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. જેમાં પીતાશયની નળીમાં ડેમેજ અને લીવરના ભાગે પણ ડેમેજ થતા પેટના ભાગે રસી થતા દર્દીની હાલત કફોડી થતા ત્યાંના ખાનગી તબીબ દ્વારા અન્ય જગ્યાએ સારવાર લેવાની સલાહ આપી હતી. ત્યારે સ્નેહીજનોની સલાહથી પાલનપુરની બનાસ હોસ્પિટલના ટ્રોમાસેન્ટર ખાતે આ દર્દીને રીફર કરાયા હતા દર્દીની ગભીર સ્થતિને જોતા સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો. સુનીલ જોષી તેમજ ડૉ. કલ્પેશ પટેલ તેમજ તેમની ટીમના માર્ગદર્શન થકી તાત્કાલીક તમામ પ્રકારના રીપોટ કર્યા બાદ પેટના ભાગે રસી થઈ જતા ચાર કલાકની જહેમત બાદ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં ડેમેજ થયેલ નળી રીપેર કરી અને અંદર રહેલી પથરીને નીકાળવામાં આવી હતી. ઓપરેશન કર્યા બાદ પોસ્ટ ઓપરેટીવ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.