પાલનપુરના આર્યન હત્યાકેસના 10 આરોપીઓના નવ દિવસના રિમાન્ડ પુરા થયા બાદ સબજેલમાં ધકેલાયા હતા. પોલીસે આ કેસમાં 7 કલમોનો ઉમેરો કર્યો હતો. પાલનપુર શહેરના મોદીનગર વિસ્તારમાં રહેતા આર્યન ભરતભાઈ મોદીનું આદર્શ કોલેજ આગળથી કારમાં અપહરણ કરી ફાર્મ હાઉસ પર લઈ જઈ અશ્લીલ વિડીયો ઉતારી ખિલાસરી વડે માર મારી છોડી મુકાયા બાદ સારવાર દરમિયાન મોડી રાત્રે આર્યનનું મોત થયું હતું.
જેમાં ઝડપાયેલા આરોપીઓને ઝડપી નવ દિવસ અગાઉ પાલનપુરની કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડની માગણી સામે કોર્ટે નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન વધુ બે આરોપીઓની અટકાયત કરી હતી, તેમજ પીએમ રિપોર્ટ અને અન્ય બાબતોના આધારે જુદી જુદી 7 કલમો ઉમેરવામાં આવી હતી.
સમગ્ર મામલાની તપાસ કરી રહેલા પાલનપુર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈએ જણાવ્યું હતું કે આરોપીઓએ ગુનાને અંજામ આપવા માટે જે કૃત્ય કર્યા હતા તેને લઈ અલગ અલગ સાત જેટલી કલમો ઉમેરવામાં આવી છે.
જેમાં અશ્લીલ વીડિયો બનાવવા બાબતે 294- 6 ગેરકાયદેસર મંડળી બાબતે 147 148 જાનથી મારી નાખવાની ધમકી માટે 506-2,આઈડટી એક્ટ હેઠળ 66 ઇ કલમ અને ગેરકાયદે અટકાયત માટે 342 અને પુરાવાનો નાશ કરવા 201 કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચાર્જશીટ રજૂ કર્યા બાદ જાહેર કરાશે. જેથી ઇન્વેસ્ટીગેશન પર એની અસર ન પડે. આ ઉપરાંત આર્યનને જેનાથી માર મારવામાં આવ્યો હતો તે ખીલાશરી અને સળીયો કબજે લેવામાં આવ્યો છે."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.