વિશ્વના ત્રીજા નંબરના ધનિકનો વતન પ્રેમ:અદાણીએ પાલનપુરથી કહ્યું - 'મેં કોહિનૂરની જેમ વતનનું નામ રોશન કર્યું, ભવિષ્યમાં આગળ વધવા તમારી જાત પર ભરોસો રાખો'

પાલનપુર23 દિવસ પહેલા

દેશના જાણીતા ઉધોગપતિ ગૌતમ અદાણી આજે પાલનપુર આવ્યા હતા. પાલનપુરમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, મેં કોહિનૂરની જેમ વતનનું નામ રોશન કર્યું છે. તમને તમારું લક્ષ નક્કી કરવામાં તમારી જ વાતો મદદગાર થશે. માટે જાત પર જ ભરોસો રાખો અને મહેનત કરતાં રહો. આ ઉપરાંત તેમણે તેમના બાળપણની વાતો વાગોળતાં કહ્યું હતું કે, મારું ગામ થરાદ મને સમજે છે, મારા જીવનના યાદગાર દિવસો મેં અહીં કાઢ્યા છે. હું દર મહિને ડીસાથી પાલનપુર આવતો હતો.. પાલનપુર મારું મોસાળ છે.

પૈતૃક વતન સાથે અદાણીની લાગણીઓ જોડાયેલી
માણસ ગમે તેટલી ઊંચાઈ પર પહોંચી જાય, પરંતુ એના વતન સાથે તેનો નાતો અતૂટ હોય છે. દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ભલે વેપાર-ધંધામાં દેશમાં અવ્વલ સ્થાન ધરાવતા હોય. પરંતુ આજે પણ તેમના પૈતૃક વતન સાથે તેમની લાગણીઓ જોડાયેલી છે. આજે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પાલનપુર આવ્યા હતા.

હું દર મહિને ડીસાથી પાલનપુર આવતો હતો: ગૌતમ અદાણી
પાલનપુરમાં સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, ખમતીધર બનાસકાંઠાની ધરતીને નમન કરું છું. માતૃભૂમિમાં આવવાનો આનંદ અનેરો હોય છે. મારું વતન થરાદ અને મારું મોસાળ પાલનપુર છે. મારા જીવનના યાદગાર દિવસો મેં અહિંયાં વિતાવ્યા છે. મેં કોહિનૂરની જેમ વતનનું નામ રોશન કર્યું છે. વતનનું ઋણ ચૂકવવા મંદિરની રચના થઇ છે. જૈન શિશુ શાળાને પણ 100 વર્ષ પૂર્ણ થયાં છે. મારા જીવનના યાદગાર દિવસો મેં અહિંયાં વિતાવ્યા છે, હું દર મહિને ડીસાથી પાલનપુર આવતો હતો. બનાસકાંઠાની ધરતી અને થરાદ મને સમજે છે. વિદ્યાર્થીઓને સંબાધતા તેમણે કહ્યું કે, તમને તમારું લક્ષ નક્કી કરવામાં તમારી જ વાતો મદદગાર થશે, માટે જાત પર જ ભરોસો રાખો અને મહેનત કરતા રહો..

અદાણી ગમે ત્યારે વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની શકે છે
વિશ્વના ટોપ-10 અરબપતિઓમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. યાદીમાં સામેલ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નામે ટૂંક સમયમાં એક મોટી ઉપલબ્ધિ જોડાઈ શકે છે. વાસ્તવમાં તેઓ ટેસ્લાના સીઇઓ એલોન મસ્કને પાછળ છોડીને ગમે ત્યારે વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની શકે છે. વાસ્તવમાં, મસ્ક અને અદાણીની નેટવર્થ વચ્ચેનું અંતર હવે ખૂબ જ ઓછું થઈ ગયું છે.

અદાણીને ફાયદો, મસ્કને નુકસાન
એક તરફ અરબપતિ એલોન મસ્ક માટે વર્ષ 2022 ખરાબ સાબિત થયું, તો નવું વર્ષ 2023 પણ તેમના માટે ખાસ સારું સાબિત થાય તેવું દેખાઈ રહ્યું નથી. ગયા વર્ષના અંતે ફ્રાન્સના અરબપતિ બર્નાર્ડ આર્નોલ્ટે વિશ્વ નંબર વન અમીર વ્યક્તિનો તાજ મસ્કના માથા પરથી છીનવી લીધો હતો અને જેથી મસ્ક બીજા સ્થાને સરકી ગયા હતા. તો હવે તેમની નંબર-2ની ખુરશી પણ જોખમમાં છે, કારણ કે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મસ્કની ખૂબ નજીક પહોંચી ગયા છે.

બંને વચ્ચે 5 અરબ ડોલરનો તફાવત
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી અને એલોન મસ્કની સંપત્તિમાં તફાવત સતત ઘટી રહ્યો છે અને શુક્રવારે 6 જાન્યુઆરી, 2023ના સુધીમાં નેટવર્થમાં માત્ર 5 અરબ ડોલરનો જ તફાવત હતો. એલન મસ્ક 124 અરબ ડોલરની સંપત્તિની સાથે ટોપ-10 ધનિકોની યાદીમાં બીજા નંબર પર હતા. જ્યારે ગૌતમ અદાણી 119 અરબ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા નંબરે હાજર હતા. જે ઝડપે અદાણીની સંપત્તિ વધી રહી છે તે જોઈને કહી શકાય કે ગમે ત્યારે તેઓ મસ્કને પાછળ છોડીને વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...