પાલનપુર તાલુકાના દાનાપુરાના પાટિયે દૂધના ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતાં પોલીસકર્મીનું મોત નીપજ્યું હતુ.ટ્રક ચાલક સામે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પાલનપુર તાલુકાના દાનાપુરા પાટિયા નજીક શુક્રવારે પોલીસકર્મી અમરસિંહ બનાજી રાજપૂત એક્ટિવા નંબર જીજે 08 બીઈ 8226 લઈને જઈ રહ્યા હતા.
દરમિયાન જીજે 08 એયુ 8716 નંબરના દૂધ ટેન્કરનો ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા અમરસિંહ રાજપૂતને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન અમરસિંહ બનાજી રાજપૂત (રહે.મેરવાડા ,તા.પાલનપુર) નું મોત નિપજતા તેમના ભાઈ ચંદનજી બનાજી રાજપૂતએ ટ્રક ચાલક સામે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.પોલીસકર્મીનું મોત નિપજતા પોલીસ બેડામાં શોક છવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.