વિકાસ કામોનું ખાતમુર્હૂત:દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે શિક્ષણ રાજય મંત્રીના હસ્તે સેન્ટર ઓફ એક્સેલન્સ અને પ્રાયમરી પ્રોસેસિંગ કેન્દ્રોનું ખાતમુર્હૂત

બનાસકાંઠા (પાલનપુર)25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી યોજનાઓ મિશન કમલમ ડ્રેગન ફ્રુટ કોમ્પ્રેહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ તથા મધમાખી મિશન કાર્યક્રમને ખુલ્લો મુકાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી સમગ્ર રાજ્યમાં 3100 લાખના ખર્ચે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના બાગાયત ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. જેના ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે શિક્ષણ રાજય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે સેન્ટર ઓફ એક્સેલન્સ અને પ્રાયમરી પ્રોસેસિંગ કેન્દ્રોનું ખાતમુર્હૂત કરાયું હતું. તેમજ નવી યોજનાઓ મિશન કમલમ ડ્રેગન ફ્રુટ કોમ્પ્રેહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ તથા મધમાખી મિશન કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

વિવિધ કૃષિવિષયક યોજનાઓના લાભ લેવા અપિલ
આ પ્રસંગે મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ સરકારની વિવિધ કૃષિવિષયક યોજનાઓના લાભ થકી ખેડૂતોને સમૃદ્ધ બનવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાના નીર બનાસકાંઠામાં પહોંચાડી અહીંના ખેડૂતોની સમૃદ્ધિની કેડી કંડારી હતી. જેને રાજ્યના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ વિષયક યોજનાઓ અને લાભો થકી નવી દિશા આપી છે. જેના લીધે પ્રધાનમંત્રીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર થવા પામ્યું છે.

વિવિધ ખેડૂતહિતલક્ષી યોજનાઓ શરૂ કરી આર્થિક સહાય કરી
આપણો ખેડૂત પુરુષાર્થમાં પાવરધો છે એમ જણાવી મંત્રીએ આજથી 20 વર્ષ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં બાગાયતી ખેતીની કલ્પના કરવી મુશ્કેલ હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારે વિવિધ ખેડૂતહિતલક્ષી યોજનાઓ શરૂ કરી આર્થિક સહાય કરતા આજે બનાસકાંઠા જિલ્લામાં પપૈયાં, દાડમ, ખારેક, શક્કરટેટી, તડબૂચ સહિતની બાગાયતી ખેતી થઈ રહી છે. કમલમ અને દ્રાક્ષ જેવા પાકોની ખેતીએ જિલ્લાને આગવી ઓળખ આપી છે. જ્યારે શાકભાજીના ઉત્પાદનમાં બનાસકાંઠા હબ બની રહ્યું છે એમ જણાવી સરકારની ખેડૂતલક્ષી નીતિઓને લીધે ખેડૂતોની પ્રગતિમાં પરિવર્તન આવ્યું હોવાનું ઉમેરી ઉપસ્થિત ખેડૂતોને સરકારની વિવિધ સહાય અને લાભ મેળવી સમૃદ્ધિ તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...