પાલનપુરના જુના ગંજમાં આવેલા ભરચક બજારમાં ભંગારની દુકાનની પાછળના ભાગમાં પુરવઠા વિભાગની ટીમે ઘરેલુ બોટલમાંથી કોમર્શિયલ બોટલમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી પાડયા બાદ આરોપી હજુ સુધી મગનું નામ મરી પાડતો નથી. પુરવઠા વિભાગની તપાસ દરમિયાન આરોપી એ કોઈપણ પ્રકારનો સહકાર ન આપ્યા હોવાનું સામે આવ્યું છે.
સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર અમીરગઢની કોઈ ખાનગી વ્યક્તિની માલિકીની જગ્યામાં ભાડા કરાર વગર, ફાયર સેફ્ટીની સુવિધા વગર તેમજ ગોડાઉન આગળ કોઈપણ બોર્ડ વગર અનઅધિકૃત રીતે કોમ્પ્રેસર મશીનથી ગેસ ટ્રાન્સફર કરવાનું અત્યંત જોખમી કામ કરવામાં આવી રહ્યું હતું. ટીમે જ્યારે દરોડો પાડ્યો ત્યારે 152 બોટલ સિલિન્ડર ગોડાઉનમાંથી મળી આવી હતી.
જેને કબજે કરી સલામતીપૂર્વક પ્રતીક ગેસ એજન્સીના ગોડાઉનમાં મૂકાયો છે. હાલ તોલારામને નોટિસ પાઠવી તેને પુરાવા રજૂ કરવા જણાવાશે. હાલ તમામ રિપોર્ટ જિલ્લા કક્ષાએ સબમીટ કર્યો છે જેમાં તોલારામે પોતાના નિવેદનમાં સમગ્ર બાબતો ગોળગોળ જણાવી છે. તે કેવા પ્રકારના પુરાવા રજૂ કરેછે તેની પર દારોમદાર છે. "
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.