ટ્રક યમરાજ બનીને આવી!:રાજસ્થાના જસોલથી દર્શન કરીને પરત ફરતા ધાનેરાના મહેશ્વરી પરિવારનો અકસ્માત, ચાર લોકોના મોત

બનાસકાંઠા (પાલનપુર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા

ધાનેરાના મહેશ્વરી પરિવારને રાજસ્થામાં અકસ્માત નડ્યો છે. કાર અને ટ્રક વચ્ચે થયેલા આ ગોઝાર અકસ્માતમાં 3 મહિલા સહિત કુલ 4ના મોત નિપજ્યા છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે.

ગુડા માલાણી દુર્ઘટના ઘટી
તાજેતરમાં રાજસ્થાનના માલ પાસે ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં દાંતાના છ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે આજે ફરી બનાસકાંઠાના મહેશ્વરી પરિવારના લોકોને રાજસ્થામાં કાળ ભરખી ગયો છે. રાજસ્થાનના ગુડા માલાણી પાસે એક ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીમાં સવાર ધાનેરાના મહેશ્વરી પરિવારની ત્રણ મહિલા સહિત કુલ 4 લોકો ના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ આ પરિવાર જસોલથી દર્શન કરી પરત ફર્યો હતો, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.

અન્ય સમાચારો પણ છે...