જીવલેણ અકસ્માત:ઈકબાલગઢ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, પાછળની ટ્રકનો ચાલક બે ટ્રક વચ્ચે ફસાતાં મોત નીપજ્યું

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગળ જઈ રહેલા ચાલકે અચાનક બ્રેક મારતાં પાછલી ટ્રક આગળના ટ્રકમાં ઘૂસી
  • ટ્રક ચાલકને નીકાળવા સ્થાનિક લોકો દ્વારા ત્રણ કલાકથી વધુનું રેસ્ક્યૂ કરાયું હતું
  • ઘટના અંગે અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નેશનલ હાઈવે પર એક રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવી રહેલી ટ્રક આગળના ટ્રક સાથે અથડાઇ હતી, જેને લઈ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં સ્થાનિક લોકોનાં ટોળેટોળાં ઉમટ્યાં હતાં. જેમાં પાછળનો ટ્રક ચાલક ટ્રક ફસાતાં 3 કલાકથી વધુનું રેસ્ક્યુ કરી સ્થાનિક લોકોએ તેને બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ આખરે ચાલક મૃત્યુ પામ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે શનિવારે સવારે એક રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રક નંબર Gj07Tu1647ના ચાલકે ઇકબાલગઢ નેશનલ હાઈવે ઉપર અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલી ટ્રક નંબર GJ12bt1897 આગળની ટ્રક સાથે અથડાઇ હતી, જેને લઈ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં જ સ્થાનિક લોકોનાં ટોળેટોળાં ઉમટ્યાં હતાં. જો કે ટ્રક નંબર Gj07Tu1647નો ચાલક અચાનક બ્રેક મારતાં જ અકસ્માત સર્જાવાના કારણે ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો.

જો કે પાછળનો ટ્રક ચાલક અકસ્માતના કારણે ટ્રકમાં ફસાતા સ્થાનિક લોકોની મદદથી ત્રણ કલાક સુધી ટ્રક ચાલકને રેસ્કયુ કરી નીકાળવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. પરંતુ આખરે ટ્રકનો ચાલક મૃત્યુ પામ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી અમીરગઢ પોલીસે હાઇવે ઓથોરિટી સહિત ટીમ દ્વારા ઇકબાલગઢ નેશનલ હાઈવે ઉપરથી ટ્રાફિક નિયંત્રણ કરાવી મૃતક ઈસમને પીએમ અર્થે ખસેડ્યો હતો. ઘટના અંગે અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...