મોટી દુર્ઘટના ટળી:ડીસાના ભોયણ પાસે જીપ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, બસમાં બેઠેલ 40 મુસાફરોનો આબાદ બચાવ

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીપ ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયો, પોલીસ ઘટના સ્થળે

ડીસાના ભોયણ પાસે જીપ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી ધાનેરા તરફ જતી લક્ઝરી બસમાં બેઠેલા 40 જેટલા મુસાફરોનો લક્ઝરી બસ ચાલકને સમયસૂચકતાથી આબાદ બચાવ થયો હતો. જોકે, જીપ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે એક અમદાવાદ - ધાનેરા જતી લક્ઝરી બસને ડીસાના ભોયણ પાટિયા નજીક જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. જેમાં બસમાં સવાર 40 જેવા લોકોનો લક્ઝરી બસ ચાલકની સમયસૂચકતાથી આબાદ બચાવ થયો હતો. જોકે, જીપ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે, આ ઘટનાની જાણે પોલીસ વિભાગને થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...