ઇકોએ બાઇકને ટક્કર મારી:વાવના ઢીમા રોડ પર બાઇક અને ઇક્કો ગાડી વચ્ચે અકસ્માત, બે યુવકો ઘાયલ

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે ખસેડયા

વાવના ઢીમા રોડ પર બાઈક અને ઈકોગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. વાવના ઢીમા રોડ ઉપર ઈકો ગાડી અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર બે યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોની મદદથી બાઈક સવાર ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે તપાસ હાથ ધરી
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતના કારણે અનેક લોકોના જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે વાવના ઢીમા રોડ ઉપર એક બાઇક ચાલક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોને ગંભીર ઈજાઓ પહોચી હતી. અકસ્માત સર્જાતા જ આજુબાજુના લોકો અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી પહોંચી બંને બાઇક સવાર ઈજાગ્રસ્ત યુવકોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...